SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ 448 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મિટાવ્યા છે. આ નયવિવક્ષા દ્વારા શ્રીમદ્ દાર્શનિક ક્ષેત્રમાં પરસ્પરના સંઘર્ષનો ઉકેલ લાવ્યા છે અને તેમણે વિભિન્ન દૃષ્ટિકોણોની સહાય વડે છ પદનો નિર્ણય કરવાની પ્રેરણા કરી છે. છ પદ સમગ્રપણે સમજાય તો પછી નિઃસંદેહપણે જીવનું આત્યંતિક કલ્યાણ છે, તેથી છએ પદનો અનેકાંતદષ્ટિએ વિચાર કરવાનું સૂચવતાં શ્રીમદ્ ૧૦૬મી ગાથામાં લખે છે. - ષટપદનાં ષટપ્રશ્ન તેં, પૂક્યાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર.” (106) જ્ઞાન અને ક્રિયાની સંધિ એ જ મોક્ષમાર્ગ છે, આ તથ્યનું પણ નિરૂપણ શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં કર્યું છે. અનેકાંતદષ્ટિયુક્ત જૈન દર્શન જ્ઞાન અને ક્રિયા ઉભયથી મોક્ષ માને છે. માત્ર જ્ઞાનથી અથવા એકલી ક્રિયાથી મોક્ષ મળી શકે નહીં, તેથી જ્ઞાન અને ક્રિયા બન્નેની જરૂર છે. શ્રીમદે અનેકાંતદષ્ટિએ આ તથ્યને પ્રગટ કરી યથાર્થ પ્રરૂપણા કરી છે. કેટલાક અજ્ઞાની જન વ્રત, તપ, ત્યાગ, વૈરાગ્ય કરવા માત્રથી જ મોક્ષ માને છે. આથી ઊલટું, કેટલાક એમ માને છે કે મોક્ષ તો જ્ઞાનથી મળે. યમ, નિયમ, ત્યાગ આદિ દેહની ક્રિયા કરવાની કોઈ જરૂર નથી. તેઓ આત્મા સદાનિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત છે એવી વાતો કરે છે, પણ પાછા મોહાવેશમાં વર્તે છે. શ્રીમદે અનેકાંતદષ્ટિએ આ વિષયની અત્યંત સ્પષ્ટતા કરી છે. આ બન્ને વર્ગને હિતકારી સંકેત કરતાં શ્રીમદ્ ૭મી ગાથામાં લખે છે - ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.” (7) જીવે નિશ્ચય અને વ્યવહાર એ બન્નેનો આધાર લઈને પરમાર્થપંથે આગળ વધવાનું છે. બન્નેના અવલંબન વિના આત્માનું હિત થતું નથી. એકલા વ્યવહારથી કે એકલા નિશ્ચયથી જીવની પ્રગતિ ગૂંગળાઈ જાય છે. નિશ્ચય વિના વ્યવહાર કાર્યકારી થતો નથી અને વ્યવહાર વિનાની કોરી નિશ્ચયની વાતોથી પણ કલ્યાણ થતું નથી. નિશ્ચય અને વ્યવહાર અને સાથે હોય છે. શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નિશ્ચયદૃષ્ટિ તેમજ વ્યવહારદષ્ટિને સાથે રાખીને વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે વ્યવહાર અને નિશ્ચયની સંધિ હોય તો જ તે સન્માર્ગ છે. નિશ્ચયને નજરમાં રાખીને વ્યવહાર કરવામાં આવે તો જ આત્મકલ્યાણ સાધી શકાય છે. નિશ્ચય-વ્યવહારની સાર્થકતા તથા આવશ્યકતાનું પ્રતિપાદન કરતાં શ્રીમદે ૧૩૧મી ગાથામાં લખ્યું છે - નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.' (131) સાધનપથ ઉપર નિશ્ચયનો અને વર્તનમાં વ્યવહારનો સુયોગ્ય સુમેળ દર્શાવી શ્રીમદે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy