________________
ગાથા-૧ ૨૮
૧૩
તો તેમાં અમે શું કરીએ ? એ પ્રમાણે જો પાપીઓના ભયથી ધર્મોપદેશ ન આપીએ તો જીવોનું ભલું કેમ થાય?’૧
- યથાર્થપણે તત્ત્વનું શ્રદ્ધાન થાય અને મોક્ષમાર્ગ સમ્યકુપણે સમજાય એવા પવિત્ર હેતુથી શ્રીમદે શંકા-સમાધાન દ્વારા પપદનું કથન કર્યું છે. વાદવિવાદના સ્થળોએ એવી સૂક્ષ્મ કાળજી રાખી છે કે કોઈ પણ મતની અવમાનના ન થાય અને જે અભિપ્રાયો પ્રતિપાદન કરવામાં પોતે આત્મશ્રેય માન્યું છે તે અભિપ્રાયો સરળતાપૂર્વક જણાવાય. શ્રીમદે કોઈ પણ ધર્મ કે દર્શનનું નામ દર્શાવ્યા વિના જિનપ્રણીત અનેકાંત દર્શન અનુસાર સમ્યગ્દર્શનના નિવાસભૂત એવાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ છે પદનો ઉપદેશ કર્યો છે.
મિથ્યાત્વનાં છ સ્થાનકો આ પ્રમાણે છે - (૧) નાસ્તિકવાદ (૨) અનિત્યવાદ (૩) અકર્તુવાદ (૪) અભોક્કુવાદ (૫) મોક્ષાભાવવાદ અને (૬) અનુપાયવાદ. જે ગુણવાન જીવો આ છ સ્થાનકોને ત્યજે છે તેઓ સમ્યકત્વ પામે છે. તે સ્થાનોની પરીક્ષા કરતાં ‘જીવ નથી' વગેરે સ્થાનો મિથ્યા જણાવાથી તેની શ્રદ્ધા છૂટી જાય છે અને “જીવ છે' વગેરે જે યથાર્થ નિશ્ચયાત્મક બોધ થાય છે, તે જ સમ્યક્ત્વ છે. શ્રી જિનેશ્વરદેવોએ કહેલા ભાવોની શ્રદ્ધા કરતાં જીવના મતિજ્ઞાન માટે સમ્યકત્વ શબ્દનો પ્રયોગ યોગ્ય બને છે. આમ, જસ્થાનવિષયક જ્ઞાન યથાર્થ થવાથી જીવ સમ્યકત્વવંત થાય છે. આ છ પદ તો વીતરાગદર્શનનો સાર છે અને તેમાં નિઃસંદેહપણું થવું - તેની દેઢ શ્રદ્ધા થવી તે સમકિત છે. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે કે -
‘છયે પદની શંકા અને તેના સમાધાન વિસ્તારથી વિચારવાની જરૂર છે જેથી છ દર્શન અપેક્ષાએ જેમ છે તેમ સમજાય અને છ પદમાં ક્યાંય શંકા ન રહે. છ પદની નિઃશંકતા થાય તે જ સમકિત છે. વસ્તુનું સત્ય સ્વરૂપ જેમ છે તેમ સમજવું અને શ્રદ્ધવું તે જ સમકિત છે; વિચાર કરે તો નિઃશંકપણે સમજાય.’
આ છ પદની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યગ્દર્શન છે અને આત્માનો અનુભવ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી તત્ત્વ વિષે સંશય હોય ત્યાં સુધી આત્માનુભવ થઈ શકે નહીં. આત્માનો અનુભવ કરવો હોય તો પ્રથમ તત્ત્વ સંબંધી નિઃશંકપણું પ્રાપ્ત થવું જોઈએ. સમ્યગ્દર્શન અથવા આત્મસિદ્ધિરૂપ પરમાર્થપ્રયોજનને લક્ષમાં લઈ ષડ્રદર્શન જેમાં સમાઈ જાય છે એવા ષપદનો વિસ્તારથી વિચાર કરવાનું શ્રીમદ્ કહે છે કે જેથી તેમાં સંશયરહિતપણું પ્રાપ્ત થાય. સમ્યકત્વના આઠ ગુણમાંનો પહેલો ગુણ નિઃશંકતા છે, તે અહીં દર્શાવ્યો છે. ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૫,
પૃ.૧૩૫ ૨- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org