________________
સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૪૧૫ પ્રાપ્ત થઈ છે. આમ, તેમની રચના એવી વિશિષ્ટ પ્રકારની છે કે હૃદયને અને મગજને એકસરખી રીતે અસર કરે છે, અર્થાત્ તે ભાવવાહી તથા ચિંતનશીલ એવા બને ગુણોથી યુક્ત છે.
વિદ્વાનોના મત અનુસાર શ્રી જયદેવે ‘ગીતગોવિંદ' સિવાય બીજું કશું પણ ન લખ્યું હોત તોપણ ગીતગોવિંદ' તેમને મનુષ્યમાંથી દેવ સિદ્ધ કરવા પર્યાપ્ત છે; કવિ કાલિદાસ ‘શાકુંતલ' લખીને જ અટકી ગયા હોત તોપણ તેમની લેખણીની સુંદરતા જગતને આજે જેવી પ્રતીત છે તેવી જ પ્રતીતિ કરાવી શક્યા હોત. શ્રીમના સંબંધમાં પણ એમ કહી શકાય કે તેમણે માત્ર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની જ રચના કરી હોત તોપણ તે તેમની ઉચ્ચ કવિત્વપ્રતિભા અને ઉન્નત આત્મદશાનો પરિચય આપવા માટે પર્યાપ્ત છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' માં ગાથાએ ગાથાએ તેમનો દિવ્ય આત્મા પ્રકાશી ઊઠે છે. તેમની વીર્યવંતી ચેતનામાંથી ઉદ્ભવેલા એક જ વચનામૃતને જો સૂક્ષ્મતાથી અવલોકવામાં આવે તો તે આ દશ્યપ્રપંચથી ઉપર વિરાજતા એવા નિજતત્ત્વની ઝાંખી કરાવી શકે તેમ છે.
આમ, શ્રીમનો ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ગ્રંથ એ ગુજરાતી સાહિત્યના શિરોમણિ જેવો છે. આ કૃતિના કારણે શ્રીમદ્ ઉજ્વળ સંતકવિઓની હરોળમાં આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતી સાહિત્યમાં એક અજોડ સંત કવિ, જ્ઞાની કવિ તરીકે શ્રીમદ્રનું નામ ચિરસ્મરણીય છે અને રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org