SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યિક દષ્ટિએ મૂલ્યાંકન ૪૧૧ વાપરી નથી, તેમજ પદલાલિત્ય તથા ઝડઝમક અલંકારાદિ ઉપર પણ ધ્યાન આપ્યું નથી. વિશિષ્ટ પ્રકારના અલંકારપ્રયોગ જ્ઞાનના મૂળ તત્ત્વને સમજવામાં આડે આવી શકે, તેથી કાવ્યના બાહ્ય સ્વરૂપ પ્રતિ અલક્ષ રાખી, કાવ્યવિષય પ્રતિ જ તેમણે મહત્ત્વ આપ્યું છે. આમ, તેમાં ઉચ્ચ પ્રકારનું પદલાલિત્ય, શબ્દરચનાઓ, ઝડઝમક અલંકાર કે કવિતાચાતુર્ય નથી, પરંતુ લોકહૃદયને સ્પર્શવાની શક્તિ અદ્વિતીય છે. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે – ટૂંકા, સરળ શબ્દો સહિત, નય કે ન્યાયનાં અટપટાં અનુમાનો કે મંડનખંડનની ક્લિષ્ટતારહિત, આબાલવૃદ્ધ સર્વને ભોગ્ય, હિતકારી સામગ્રીથી ભરેલ આ ગ્રંથ લોકપ્રિય થઈ પડ્યો છે.” ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તત્ત્વનું નિરૂપણ હોવા છતાં તેમાં સૈદ્ધાંતિક ગ્રંથો જેવી કઠિનાઈ નથી. તેમાં નયવ્યવસ્થા, ન્યાયયુક્ત દલીલો, દાર્શનિક માન્યતાઓ ઇત્યાદિ ગહન વિષયો હોવા છતાં સરળ શબ્દો, સુગમ શૈલી અને દૈનિક અનુભવોથી સમર્થિત દૃષ્ટાંતો હોવાના કારણે આ ગ્રંથ સર્વોપયોગી બન્યો છે. વળી, તેનું કાવ્યસ્વરૂપ પણ જટિલ નહીં હોવાથી આ સુગેય રચના સરળ, ગ્રાહ્ય, આસ્વાદ્ય અને લોકપ્રિય બનવા પામી છે. (૩) સંક્ષિપ્ત છતાં સચોટ નિરૂપણ કાવ્યસર્જનમાં વિષયના વિશદીકરણની પ્રક્રિયા જેટલી મિતાક્ષરી, એટલી તે કૃતિ રૂડી ગણાય. માત્ર થોડા શબ્દોમાં વિચારો પ્રગટ કરવાની શૈલી પ્રશંસનીય ગણાય છે. ઉચ્ચ પ્રકારનો કવિ તે છે કે જે પોતાના ભાવોનો શક્ય હોય તેટલો સંક્ષેપ કરે અને છતાં વાંચતાં વિષય અધૂરો રહ્યો છે એવું ન લાગે. ઓછા શબ્દોમાં મહત્ત્વની બધી જ વાત રજૂ કરી દેવાની કલા શ્રીમને કેટલી સહજ રીતે સિદ્ધ છે તેના એક ઉત્તમ ઉદાહરણરૂપે આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જોવા મળે છે. આ કાવ્ય લાઘવયુક્ત અને માર્મિક છે. આ કાવ્યમાં મિતાક્ષરી પંક્તિમાં અર્થનો ખજાનો ભરીને શ્રીમદે પોતાની લાઘવશક્તિનો પૂર્ણપણે પરિચય આપ્યો છે. તેમની શબ્દસમૃદ્ધિ અજોડ છે, છતાં શબ્દસંયમ પણ તેઓ જાળવી રાખે છે. વિષયનિરૂપણમાં અનિવાર્ય હોય તે જ શબ્દનો અને તેટલા શબ્દોનો જ તેઓ પ્રયોગ કરે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ્રત્યેક શબ્દ યોગ્ય રીતે મુકાયેલો છે. એમાં ખૂબી એ છે કે એની જગ્યાએ બીજો શબ્દ મૂકવો હોય તો જડે નહીં અને જડે તો ભળે નહીં. આમ, શબ્દસમૃદ્ધિ અને શબ્દસંયમ જેવા વિરોધાભાસી ગુણોનો સુભગ આવિષ્કાર ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ.૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy