________________
સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૩૯૯ ગાથા ૧૨ના પ્રથમ ચરણમાં જણાવ્યું છે કે સદ્ગુરુનો ઉપદેશ તે કારણ છે, જ્યારે શ્રી જિનેશ્વરનું શુદ્ધ સ્વરૂપ સમજાય તે કાર્ય છે. જો સગુરુના બોધથી શ્રી જિનનું સ્વરૂપ સમજાય તો તે સમજનારનો આત્મા પરિણામે શ્રી જિનની દશાને પામે છે. આમ, પ્રથમ ચરણનું કાર્ય બીજા ચરણનું કારણ બની ગયું, જેનું નવું કાર્ય સંપન્ન થયું. એ જ રીતે ગાથા ૪૧માં પ્રથમ ચરણમાં જે કાર્ય છે (નિજજ્ઞાનની પ્રાપ્તિ) તે બીજા ચરણમાં નિર્વાણપ્રાપ્તિરૂપ કાર્યનું કારણ બને છે. આમ, માર્ગનો યથાયોગ્ય, સ્પષ્ટ ક્રમ દર્શાવવા આ અલંકારનો શ્રીમદ્ દ્વારા સહેજે પ્રયોગ થયો છે. ૫) તર્કન્યાયમૂલક - જે અલંકારના મૂળમાં તર્ક (ન્યાયપૂર્વકની બૌદ્ધિક દલીલ) રહેલો હોય તેવો અલંકાર આ વર્ગમાં આવે છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પોતે જ એક તર્કન્યાયમૂલક સતુશાસ્ત્ર છે, તેથી તેમાં આ અલંકાર સ્થાન પામે એમાં શું આશ્ચર્ય હોઈ શકે? જ્યારે કોઈ સામાન્ય સિદ્ધાંતના સમર્થનમાં વિશેષ હકીકત અથવા વિશેષ હકીકતના સમર્થનમાં સામાન્ય સિદ્ધાંતનો પ્રયોગ થાય ત્યારે અર્થાન્તરન્યાસ અલંકાર રચાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અર્થાન્તરન્યાસ અલંકાર જોઈએ –
રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ;
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.” (૧૫) અત્રે પ્રથમ કહ્યું છે કે જો જીવ અનાદિના સ્વચ્છંદને છોડી દે તો તેનો મોક્ષ અવશ્ય થાય. આ વિશેષ હકીકતનું પછી સર્વસામાન્ય સિદ્ધાંતથી સમર્થન કરતાં કહે છે કે આમ કરવાથી જ ભૂતકાળમાં અનંત જીવો મોક્ષે ગયા છે.
આ રીતે અતીવ સુંદર અને અત્યંત સરળ બોધ આપી, શ્રીમદ્ જીવની શ્રદ્ધા ક્રમશઃ દઢ કરાવતા જાય છે. પોતાને થયેલ આત્માનુભૂતિનો લાભ આપવા આત્મજ્ઞાનપ્રાપ્તિ અંગેના વિવિધ વિષયોની છણાવટ તેમણે ભિન્ન ભિન્ન રીતે હૃદયંગમ શૈલીમાં રજૂ કરી છે. ૬) વાણીવૈશિસ્યમૂલક - વસ્તુને રજૂ કરવા માટે વાણીની વિશિષ્ટ રીતનો આધાર લેતાં આ અલંકાર રચાય છે. તેના અનેક પ્રકારો છે, તેમાંથી માત્ર સજીવારોપણ અલંકારનો અત્રે પ્રયોગ થયો છે. નિર્જીવ કે જડ પદાર્થને સજીવ ધારી લેવામાં આવે અથવા નિમ્ન કોટિના પ્રાણીમાં માનવસ્વભાવનું આરોપણ કરવામાં આવે તો તેને સજીવારોપણ અલંકાર કહે છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ્રયુક્ત થયેલા સજીવારોપણ અલંકાર જોઈએ –
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” (૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org