________________
સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૩૯૩ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન;
તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.” (૧૪૦) અહીં દોહાનાં બીજા તથા ચોથા ચરણનો અંતવર્ણ “ન' સમાન છે, જે ધ્વનિમાધુર્યમાં સહયોગ આપે છે.
આમ, ગુજરાતી સાહિત્યમાં જેટલા શબ્દાલંકાર પ્રસિદ્ધ છે, તે સર્વના ઉચિત પ્રયોગને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં મળેલ સ્થાન ઉપરથી અને તેના અભ્યાસથી ખ્યાલ આવે છે કે શ્રીમદ્ના શુભ હસ્તે પ્રગટેલું વર્ણ અને શબ્દનું અલંકારચારુત્વ પણ ભાવ અને અર્થના માધુર્યને જ પોષે છે. ઉપર જોયું તેમ શ્રીમદ્રના શબ્દાલંકાર પણ કાવ્યનાં સંગીત, લય, વર્ણધ્વનિના રણકાર, પ્રવાહિતા, રસસભરતા, સચોટ અભિવ્યક્તિ આદિને પ્રગટ કરી ઈષ્ટાર્થની સિદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપે છે. (૨) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ્રયોજાયેલ અર્થાલંકાર
અર્થને પ્રભાવશાળી રીતે કહેવાની ચમત્કૃતિભરી રીત એટલે અર્થાલંકાર. અર્થાલંકારમાં અર્થનું મહત્ત્વ હોવાથી તે કાવ્યની ભાવસૃષ્ટિના સૌંદર્યને વિશેષપણે વિકસિત કરે છે. આ વિશિષ્ટતાના કારણે અર્થાલંકારનું પલ્લું શબ્દાલંકારની તુલનામાં વજનદાર બને છે. અર્થની માર્મિકતા સાધવામાં કવિની સર્જનસૂઝ જેટલી વધારે હોય એટલી અર્થાલંકારની માર્મિકતા, સચોટતા, સૂક્ષ્મતા વધે છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં દૃષ્ટિગોચર થતા અર્થાલંકારોનું લક્ષણોના આધારે વર્ગીકરણ કરીએ - ૧) સાદશ્યમૂલક (ઔષમ્યમૂલક) અર્થાલંકાર – જે અલંકારોના મૂળમાં સરખામણીનો સંબંધ રહેલો છે, તે આ વર્ગમાં આવે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વપરાયેલ આ વર્ગના અલંકારો આ પ્રમાણે છે – (i) ઉપમા – બે ભિન્ન, અસમાન વસ્તુઓ વચ્ચે કોઈ વિશિષ્ટ અંગની ચમત્કૃતિપૂર્વક સરખામણી. જેમ કે ભગવાનનું મુખ સુંદર છે' એમ સીધેસીધું કહેવાને બદલે ‘ભગવાનનું મુખ ચંદ્ર જેવું સુંદર છે' એમ કહેવામાં આવે તો તે ઉપમા અલંકાર છે. ઉપમા અલંકારમાં ચાર બાબતો મહત્ત્વની છે - જેની સરખામણી કરવામાં આવે તે ‘ઉપમેય' (ભગવાનનું મુખ); જેની સાથે સરખામણી કરવામાં આવે તે ‘ઉપમાન' (ચંદ્ર); ઉપમેય-ઉપમાન વચ્ચે જે સમાન ગુણ હોય તે ‘સમાન ધર્મ' અથવા “સાધારણ ધર્મ' (સુંદરતા); તથા ઉપમેય-ઉપમાનને જોડતો ઉપમાદર્શક શબ્દ તે ‘વાચક' (જેવું).
ઉપમામાં ઉપમેય-ઉપમાન વચ્ચે નિશ્ચયપૂર્વક સરખામણી કરી હોય છે અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org