________________
સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન
પ્રગટ તેમજ પ્રચ્છન્ન એવી વિધવિધ શક્તિઓના કારણે અનેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી ચૂકેલા શ્રીમદ્દી સાહિત્યસર્જનના ક્ષેત્રે પણ એક આગવી પ્રતિભા ઊપસે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવી અનુપમ કૃતિ ઉપરાંત તેમની અન્ય પદ્યકૃતિઓ તથા ગદ્યસર્જનને સાહિત્યિક દૃષ્ટિએ મૂલવતાં ખાતરી થાય છે કે શ્રીમદ્દનું સાહિત્યસર્જન ખરેખર અદ્ભુત કક્ષાનું છે. શ્રીમદ્ભા ઉત્કૃષ્ટ સાહિત્ય વિષે અનેક સારસ્વતોએ પ્રસંગોપાત્ત ઉલ્લેખ કર્યો છે. મહાત્મા ગાંધીજી, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, શ્રી આનંદશંકર ધ્રુવ, શ્રી કાકાસાહેબ કાલેલકર, મુનિશ્રી પુણ્યવિજયજી, શ્રી રસિકલાલ પરીખ, શ્રી નર્મદાશંકર મહેતા, શ્રીમતી વિમલા ઠાકર જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ભાવભીની વાણીમાં શ્રીમન્ની તથા તેમના સાહિત્યની અનેક વાર પ્રશંસા કરી છે, જે નોંધનીય છે.
શ્રીમદ્ જન્મથી જ શીઘ્ર કવિ, સિદ્ધહસ્ત લેખક તથા સંસ્કારી તેમજ પ્રતિભાશાળી સાહિત્યકાર હતા. ઉપશમ, ભક્તિ, વૈરાગ્ય, ચારિત્ર, તત્ત્વજ્ઞાન આદિ દરેક વિષયો ઉપર શ્રીમદે ગદ્ય તેમજ પદ્યમાં ગંભીર શૈલીપૂર્વક લખ્યું છે. તેમની કાવ્યપ્રતિભા અનોખા પ્રકારની હતી. તેમની કવિતા જેટલી સરળ છે, તેટલી જ ગંભીર વિષયોનું નિરૂપણ કરનારી છે. પ્રત્યેક કાવ્યમાં શબ્દયોજના અને ભાવોદ્દઘાટન અનોખાં છે. જેવી રીતે સરિતાનું નીર સહજ ગતિએ પ્રવાહિત થાય છે, તેવી જ રીતે શ્રીમન્ના હૃદયમાંથી નીકળેલી કાવ્યધારા સહજપણે વહે છે.
શ્રીમન્ના સમગ્ર સાહિત્યનું અવલોકન કરતાં બે મુદ્દા ધ્યાન ખેંચ્યા વિના રહેતા નથી - (૧) શીધ્ર સર્જનની તેમની નૈસર્ગિક કવિપ્રતિભા (૨) તેમનું ધર્મલક્ષી વલણ. અવધાનપ્રસંગે પ્રશ્નકાર દ્વારા મનફાવતા કોઈ વિષય ઉપર ગમે તે છંદમાં કાવ્ય રચવાનું શ્રીમને કહેવામાં આવતું અથવા કોઈ કાવ્યપંક્તિ આપી, તેની સમસ્યાપૂર્તિ રચવાનું કહેવામાં આવતું. અવધાનના જુદા જુદા વિષયો પ્રત્યે ધ્યાન આપતાં રહીને પણ શ્રીમદ્ તે તે માંગેલા વિષય ઉપર માંગેલા છંદમાં શીઘ્ર કવિતા રચી સર્વને આશ્ચર્યમાં ગરકાવ કરી દેતા. આ અવધાનકાવ્યોમાં શ્રીમદ્રની નૈસર્ગિક કાવ્યપ્રતિભા ઝળકી ઊઠેલી અનુભવાય છે, એટલું જ નહીં પણ કાંકરા, પીચકારી, ઈટ આદિ તુચ્છ અને નિર્માલ્ય લાગતા વિષય ઉપરથી પણ તેઓ અભુત પરમાર્થબોધ અવતારતા હતા તે જોઈ શકાય છે. તેના ઉપરથી ધર્મ તરફનો તેમનો ઝોક જણાઈ આવે છે તથા તેમના વૈરાગ્યમય માનસનું પ્રતિબિંબ પણ તેમાં પડે છે. આ વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org