________________
ગાથા-૧૪૨
૩૬૩
શાસ્ત્રો રચ્યાં છે. જેમ તેજાબથી સોનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે.'
જ્ઞાની પુરુષની પરિણતિ સહજ હોય છે. તેમણે પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ નથી કરવું પડતું. તેમને એવું પરિણમન સહજ જ થઈ ગયું હોય છે. તેમની ધારા સહજપણે દેહથી ભિન્ન વર્તે છે. જેમ વીજળી પડતાં પર્વતની વિશાળ શિલાના થયેલા બે ટુકડા રેણ કરવાથી એક ન થઈ શકે, તેમ દેહ અને આત્મા જ્ઞાનીના શ્રદ્ધાનમાં એક વાર ભિન્ન પડ્યા તે પડ્યા, તે જુદા જ રહે છે. તેમનું વલણ સ્વભાવસમ્મુખ જ રહે છે. તેમનું પરિણમન એકધારું આત્મામાં જ વત્ય કરે છે. તે માટે તેમને પ્રયાસ કરવો પડતો નથી.
જ્ઞાનીને દેહનું મમત્વ છૂટી ગયું હોવાથી દેહમાં રોગ આદિ થાય તો પણ તેમને દુ:ખ થતું નથી. અજ્ઞાનીને દેહની મમતાના કારણે રોગાદિ થતાં ખૂબ દુ:ખ થાય છે. દેહના મોહના કારણે તે આકુળ-વ્યાકુળ થઈ જાય છે. દેહની અશાતાના પ્રસંગે તે ભયભીત થઈ જાય છે, તેને ખૂબ ચિંતા થાય છે; પરંતુ જ્ઞાની દેહની વેદનાને દેહનો ધર્મ જાણીને અને પૂર્વે બાંધેલાં કર્મોનું ફળ ગણીને, આર્ન-રૌદ્રધ્યાનમાં સર્યા વિના તે વેદનાને સમ્યક પ્રકારે વેદે છે. જ્ઞાનબળના પ્રતાપથી તેઓ પીડાને સમતાભાવે વેચે છે. પૂર્વબદ્ધ કર્મના ઉદયથી ભયંકર વેદના આવે, દેહમાં તીવ્ર વ્યાધિ થાય, પરંતુ તેમનો ઉપયોગ ચલિત થતો નથી. તેઓ આત્મસ્વરૂપથી ચલિત થતા નથી. ભયંકર વેદનાના સમયે પણ તેઓ આત્મધ્યાનમાં સ્થિર રહે છે. દેહનું ગમે તે થાય, તેઓ સતત આત્મસ્વરૂપનું અનુસંધાન રાખે છે. આત્મસ્વરૂપમાં દૃષ્ટિ રાખનાર જ્ઞાની પુરુષને નિરંતર અંત:પ્રસન્નતા રહે છે.
જ્ઞાનીને દેહમાં રોગ થાય તો પોતાને કંઈ હાનિ થઈ હોય એવું તેમને લાગતું નથી. ગમે તેવી વ્યાધિ આવે અથવા અકસ્માત નડે, તેમને એમ જ લાગે છે કે “મને કશું નથી થયું, આ રાખમાં જ થોડી વધ-ઘટ થઈ છે.' જેમ વસ્ત્ર પોતાથી જુદું છે એમ સમજાતાં વસ્ત્રને ડાઘ પડવાથી પોતાને ડાઘ પડ્યો છે એમ માનવામાં આવતું નથી, તેમ દેહથી પોતે ભિન્ન છે એમ પ્રતીત થયું હોવાથી દેહને કાંઈ થાય તેથી પોતાને આમ થયું છે એવી વ્યથા જ્ઞાનીને થતી નથી. શ્રીમદ્ લખે છે –
દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરુષોને ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૭૩ (વ્યાખ્યાનસાર-૨, ૧૧-૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org