SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૪૨ ૩૫૭ વર્તવા છતાં પૂર્ણ જીવન્મુક્તદશાનો અનુભવ કરનાર એવા સર્વજ્ઞ પ્રભુને શ્રીમદે અગણિત વંદન કર્યા છે. શ્રીમદે આ ગાથામાં સર્વોપરી એવા દેહરહિત સિદ્ધ ભગવંતને વંદન કરવાને બદલે જેઓ દેહ સહિત છે અને છતાં જેમની દશા દેહાતીત છે એવા અરિહંત ભગવાનને વંદન કર્યા છે તેની પાછળનો હેતુ સમજવા યોગ્ય છે. અજ્ઞાની જીવને સ્વરૂપપ્રાપ્તિ અર્થે નિરાકાર અને નિર્દેહી સિદ્ધ ભગવાનનું ચિંતન કરવા કરતાં સાકાર અને સદેહી અરિહંત ભગવાનના સ્વરૂપનું અનુસંધાન કરવું સરળ પડે છે, કારણ કે અરિહંત ભગવાનમાં જીવ સમજી શકે તે રીતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વ્યક્ત છે. શ્રીમદ્ લખે છે – ‘સિદ્ધ ભગવાન કેવળ અમૂર્તપદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું દુર્ગમ્ય છે. અહંત ભગવાનનું સ્વરૂપ મૂળદષ્ટિથી ચિંતવવું તો તેવું જ દુર્ગખ્ય છે, પણ સયોગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે..... નમસ્કાર મંત્રમાં પણ અહંતપદ પ્રથમ મૂકવાનો હેતુ એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે.' સિદ્ધ ભગવાન અને અરિહંત ભગવાનનાં જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી, તેથી સિદ્ધ ભગવાનની ઉપાસનાની જેમ અહંત ભગવાનની ઉપાસના કરવાથી પણ જીવ સ્વરૂપપ્રાપ્તિ કરી શકે છે. વળી, જીવન્મુક્તદશાના અનંત આનંદમાં વિલસતા એવા સર્વજ્ઞ વીતરાગ અરિહંત પરમાત્મા જગતના જીવોના ઉદ્ધાર માટે નિષ્કારણ કરૂણાશીલતાથી દિવ્ય દેશના વરસાવે છે. તેમના દ્વારા અપાયેલ બોધના શ્રવણથી આપ્ત, આગમ અને પદાર્થના વિષયમાં જીવને દઢ શ્રદ્ધા થાય છે અને ક્રમે કરીને તે જીવ સર્વ મોહને હણી, ચાર ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. આમ, જીવને જ્ઞાનદશા પ્રાપ્ત કરવા માટે સિદ્ધ ભગવાન કરતાં, દેહના સંયોગમાં હોવા છતાં જેમણે દેહાસક્તિ ત્યાગી છે, એટલે કે જેમનો દેહભાવ સહજ રીતે છૂટી ગયો છે અને પોતાના ત્રિકાળી શુદ્ધ ચિતૂપ સ્વરૂપનો અનુભવ જેમને નિરંતર વર્તે છે એવા દેહ છતાં દેહાતીત દશાવાન અરિહંત ભગવાન વિશેષ ઉપકારી છે. તેથી દેહ હોવા છતાં પણ આત્મમય સ્થિતિમાં જ રહે છે તેવા અરિહંત ભગવાનને આ ગાથામાં શ્રીમદે અગણિત વંદન કર્યા છે. અરિહંત ભગવાનને અનંત સ્વાભાવિક ગુણો પ્રગટ હોય છે. અહીં શ્રીમદે અરિહંત ભગવાનના નીરાગતા, નિર્વિકારતા, સચ્ચિદાનંદસ્વરૂપપણું, સહજાનંદીપણું, અનંત જ્ઞાનીપણું, અનંત દર્દીપણું, ગૈલોક્યપ્રકાશકતા આદિ અનંત ગુણોમાંથી બીજા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.પ૭૧ (આંક-૭૫૩, ૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy