________________
ગાથા - ૧૪૨
ભૂમિકા
ગાથા ૧૪૧માં શ્રીમદે કહ્યું કે આત્માનાં પાંચ સ્થાનકો વિચારીને જે છઠ્ઠા
સ્થાનકમાં વર્તે છે, તે પાંચમું સ્થાનક પામે છે; અર્થાત્ મોક્ષના ઉપાયમાં જે જીવ પ્રવૃત્ત થાય છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે એમાં કોઈ સંદેહ નથી. આમ, આ પવિત્ર શાસ્ત્રના અભ્યાસથી શું કર્તવ્ય છે તે બતાવી, હવે અંતિમ માંગલિક ગાથા દ્વારા શ્રીમદ્ આ અલૌકિક શાસ્ત્રની પૂર્ણાહુતિ કરે છે.
જેમ ગ્રંથકારો સંથારંભમાં ઇષ્ટ દેવને નમસ્કાર કરીને ગ્રંથની મંગળ શરૂઆત કરે છે, તેમ ગ્રંથ પૂર્ણ કરતી વખતે પણ ઘણા ગ્રંથકારો ઇષ્ટ દેવને નમસ્કાર કરીને પૂર્ણાહુતિ કરે છે. ગ્રંથની પૂર્ણતા નિર્વિઘ્ન થયાના સંતોષથી, કૃતજ્ઞતાનો ભાવ દર્શાવવા, સત્કાર્યનો યશ પોતાના આરાધ્યદેવને આપવા તેમજ કૃતિમાંથી પોતાના કર્તુત્વનું વિલોપન કરવાના સદ્દભાવથી જ્ઞાની ભગવંતોના જીવન-વંદનરૂપ અંતમંગળ કરવાની પ્રથા ગ્રંથકારોએ અપનાવેલી છે. આ પ્રાચીન પરંપરાને અનુસરીને શ્રીમદ્ પણ અત્યંત ભક્તિભાવભર્યા હૃદયથી અંતમંગળ કરે છે –
“દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; | ગાથા
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.... (૧૪૨) ન પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની
કલ્પનારહિત, આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો! (૧૪૨).
ન શ્રી જિનેશ્વરપ્રણીત પરમ પવિત્ર વીતરાગદર્શનના સારરૂપ, મહાકલ્યાણકારી ભાવાર્થ
૧] આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની અંતિમ માંગલિક ગાથા ઉચ્ચારતાં શ્રીમદ્ કહે છે કે દેહનો સંયોગ હોવા છતાં, દેહાત્મભ્રમ નષ્ટ થઈ જવાથી જેઓ દેહથી પર થયા છે, અર્થાત્ દૈહિક શાતા-અશાતાથી જેઓ હર્ષ-શોક પામતા નથી, તે જ સાચા જ્ઞાની પુરુષ છે. જેમ નાળિયેરમાં પાણી સુકાતાં અંદરનો કોપરાનો ગોળો કાચલીથી છૂટો પડી જાય છે, તેમ દેહાત્મબુદ્ધિરૂપ પાણી સુકાઈ જતાં દેહાતીત દશા પ્રાપ્ત થાય છે. હું દેહ છું', ‘દેહ મારો છે', 'હું દેહની ક્રિયા કરી શકું છું' વગેરે દેહાત્મબુદ્ધિરૂપ ભમ જેમનો નષ્ટ થઈ ગયો છે અને જેમની પરિણતિ દેહથી છૂટી પડી સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ ગઈ છે, એવા દેહાતીત દશાયુક્ત જ્ઞાનીના ચરણકમળમાં શ્રીમદ્ અગણિત ભાવનમસ્કાર કરે છે.
' અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org