SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૪૧ ૩૫૧ એ જ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ફલશ્રુતિ છે. ૧ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – “સ્થાનક પાંચ વિચારીને, અંતર કરે દૃઢત્વ; સવિવેક સવિનયથી, સમજી આતમ તત્ત્વ. યથાયોગ્ય પરિણામથી, છઠું વર્તે જેહ; સત્વરે નિજ સુખ અનુભવે, વાંછિત પામે એહ. પરમ નિવૃત્તિરૂપ જે, શાશ્વત સિદ્ધ સ્વરૂપ; પામે સ્થાનક પાંચમું, નિજ અનંત ગુણ ભૂપ. શુદ્ધ ભાવ નિજ આત્મનો, આરાધક છે જેહ, તે તે પદને અનુભવે, એમાં નહિ સંદેહ.” ૧- શાસ્ત્રના અંતે તેની ફલશ્રુતિ બતાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. અધ્યાત્મશાસ્ત્રની ફલશ્રુતિ તે મોક્ષપ્રાપ્તિ જ છે. નીચેનાં કેટલાંક અવતરણોથી તે વધુ સ્પષ્ટ થશે. જુઓ : (૧) આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૪૧૫ 'जो समयपाहुडमिणं पडिहूणं अत्थतच्चओ गाउं । अत्थे ठाही चेया सो होही उत्तम सोक्खं ।।' અર્થ - જે આત્મા (ભવ્ય જીવ) આ સમયપ્રાભૂતને ભણીને, અર્થ અને તત્ત્વથી જાણીને, તેના અર્થમાં સ્થિત થશે, તે ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે. (૨) આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઇબ્દોપદેશ', શ્લોક ૫૧ 'इष्टोपदेशमिति सम्यगधीत्य धीमान्, मानापमानसमतां स्वमताद्वितन्य । मुक्ताग्रहो विनिवसन् सजने वने वा, मुक्तिश्रियं निरुपमामुपयाति भव्यः ।।' અર્થ – આ પ્રકારે ‘ઇબ્દોપદેશ'ને મનન કરીને, હિત-અહિતની પરીક્ષામાં પ્રવીણ એવા ભવ્ય જીવો, પોતાના આત્મજ્ઞાન વડે માન-અપમાનમાં સમતા રાખીને, સર્વ આગ્રહ તજીને, નગર અથવા વનમાં વિધિપૂર્વક રહે છે અને તેઓ નિરુપમ, ઉપમારહિત, મુક્તિરૂપી લક્ષ્મીને પામે છે. (૩) આચાર્યશ્રી ગુણભદ્રજીવિરચિત, ‘આત્માનુશાસન', શ્લોક ૨૬૮નો ઉત્તરાર્ધ 'इदमविकलमन्तः संततं चिन्तयन्तः । सपदि विपदपेतामाश्रयन्ते श्रियं ते ।।' અર્થ - જે ભવ્ય જીવ આ ગ્રંથનું નિરંતર ચિતવન, કરે છે તે સમસ્ત વિપત્તિઓથી મુક્ત થઈ શીધ્ર મોક્ષલક્ષ્મીનો આશ્રય કરે છે. ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૯ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા પ૬૧-૨૬૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy