________________
૩૪૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાલ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જે દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે.”
ભવભ્રમણ દરમ્યાન જીવને ઢોર, કાગડા વગેરેના દેહ અનેક વાર મળ્યા છે, પણ મનુષ્યદેહ કંઈ જલદી નથી મળતો. તે મળવો તો ખૂબ જ દુર્લભ છે. માનવભવની દુર્લભતા જ્ઞાની પુરુષોએ અનેક રીતે સમજાવી છે. ચતુર્ગતિની દૃષ્ટિએ વિચારતાં મનુષ્યદેહની દુર્લભતા સ્પષ્ટ સમજાય છે. ચાર પ્રકારની ગતિ અંતર્ગત તિર્યંચ ગતિમાં જીવો અનંત છે, સ્વર્ગ અને નરક ગતિમાં અસંખ્યાતા છે અને મનુષ્ય ગતિમાં સંખ્યાતા જ છે. ગણિતાનુયોગની ભાષામાં જે સંખ્યામાં એકથી ઓગણત્રીસ અંક (Digits) હોય તેને સંખ્યાત કહે છે, તેથી વધુ આંકડાની રકમ તે અસંખ્યાત કહેવાય છે અને જેને ગણતાં ક્યારે પણ પાર આવે નહીં તે સંખ્યાને અનંત કહેવામાં આવે છે. આમ, ચારે ગતિમાં સૌથી ઓછા જીવો મનુષ્ય ગતિમાં છે.
વળી, સંયમપ્રાપ્તિ, શ્રેણી-આરોહણ, મોક્ષપ્રાપ્તિ મનુષ્યભવમાં જ થઈ શકતાં હોવાથી મનુષ્યભવ શ્રેષ્ઠ છે. આ કારણને લીધે જ સુખ, શક્તિ વગેરે અનેક દૃષ્ટિએ દેવો મનુષ્યોથી ચડિયાતા હોવા છતાં તેઓ માનવદેહને ઝંખે છે. મનુષ્યપણું અને દેવપણું - આ બન્નેને ધાતુની ઉપમા આપવી હોય તો મનુષ્યપણાને લોખંડની અને દેવપણાને ચાંદીની ઉપમા આપી શકાય. માત્ર બાહ્ય દેખાવાદિથી તેની કિંમત કરવામાં આવે તો લોખંડ કરતાં ચાંદીનું પલ્લું વજનદાર બને, પરંતુ પારસમણિનો સ્પર્શ થાય તો લોખંડને સુવર્ણ બનવાનો અવકાશ છે, જ્યારે ચાંદી તો એમની એમ રહેશે. તે પ્રમાણે રિદ્ધિ, વૈભવ વગેરેનો વિચાર કરવામાં આવે તો માનવભવ કરતાં દેવભવ ચડિયાતો ઠરે; પરંતુ સદ્ગુરુરૂપી પારસમણિનો જોગ થતાં મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે, જ્યારે દેવપણામાં તથારૂપ વિકાસ શક્ય નથી.
આત્માની સમજણ મુખ્યપણે મનુષ્યદેહે જ થાય છે. જીવે નિગોદ અને કીડી વગેરેના ભવમાં અનંત અનંત કાળ કાઢ્યો છે, પરંતુ ત્યાં સતુના શ્રવણનો જોગ પણ હોતો નથી, તો સત્ની સમજણનો અવકાશ તો ક્યાંથી હોય? આત્માની સમજણ કરવી એ જ સર્વોત્તમ કાર્ય છે અને મુખ્યપણે તે કાર્ય મનુષ્યદેહમાં થતું હોવાથી માનવદેહની ઉત્તમતા છે. લક્ષ્મી, અધિકાર કે પરિવારથી મનુષ્યદેહની ઉત્તમતા નથી. માનવપણામાં જીવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પવિત્ર ભાવ પ્રગટ કરી શકે છે, તેથી માનવદેહને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.પ૬૧ (પત્રાંક-૭૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org