________________
૩૨૬,
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વસે છે તે વસ્તુની આસક્તિ તેને રહેતી નથી. કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથેનો તેનો સંબંધ અલ્પ ક્ષણો પૂરતો જ છે એવું સ્પષ્ટ ભાન હોય તો તેને ત્યાં આસક્તિ નથી થતી. લાંબી મુસાફરી દરમ્યાન કોઈ ઠેકાણે ધર્મશાળામાં બે-ચાર કલાક ગાળવાના હોય કે રાતવાસો કરવાનો હોય, એ વખતે ધર્મશાળાની ભીંતનાં રંગરોગાન ઝાંખા પડી ગયેલાં હોય કે કોઈ ઠેકાણે પ્લાસ્ટર થોડું ઊખડી ગયેલું હોય તો એની ચિંતા કોણ કરે છે? ક્યાં આપણે અહીં જિંદગી કાઢવી છે” એમ વિચારી એની ઉપેક્ષા કરવામાં આવે છે. જ્યાં કશુંક લાંબી અવધિ સુધી ટકવાનું છે એવો ખ્યાલ ચિત્તમાં રહેલો હોય ત્યાં જ આસક્તિ રહે છે. જ્ઞાનીને અનુભવથી જગતની ક્ષણભંગુરતાની પ્રતીતિ થઈ હોય છે, તેથી તેઓ જગત પ્રત્યે, જગતના પદાર્થો પ્રત્યે, જગતના પ્રસંગો પ્રત્યે ઉદાસીન જ રહે છે. આત્મામાં જ એકત્ર કરી તેમાં લીન રહે છે.
જ્ઞાની પુરુષોને આ સમસ્ત સંસાર સ્વપ્ન જેવો ભાસે છે, કારણ કે તેમની અજ્ઞાનદશા વ્યતીત થઈ છે અને જ્ઞાનરૂપ જાગૃત દશા પ્રાપ્ત થઈ છે. તેથી જ્ઞાની કોઈ સંયોગોને ઇચ્છતા નથી, તેઓ તો સદા આત્મલાભને જ ઇચ્છે છે. તેમની અંતરની ઝંખના તો સ્વમાં ઠરવાની - ચારિત્રમોહનીયને વશ થવાથી ચિત્તમાં ઊઠતી વૃત્તિઓના આવેગોને શાંત કરી, સ્વભાવમાં વધુ ને વધુ સ્થિત થવાની હોય છે. તે સિવાય બીજું બધું તેમને ઇન્દ્રજાળ સમું નિઃસાર લાગે છે. તેમને સર્વ પુગલખેલ ઇન્દ્રજાળ જેવા લાગે છે.'
જ્ઞાનીને પોતાના અંદરના અખૂટ નિધાનની પ્રાપ્તિ થઈ હોવાથી તેમના જ્ઞાનમાં જગત એઠવતું તથા સ્વપ્નતુલ્ય ભાસે છે. જ્ઞાનીના જીવનમાં પરમ આનંદ ફેલાયો હોવાથી, તેમના જીવનમાંથી સાંસારિક સુખનાં સાધનો દૂર થતાં જાય છે. જ્ઞાની નિજાનંદના ભોગમાં લીન હોય છે. આ મહાભોગની ઉપલબ્ધિના પરિણામે વિષયભોગનાં સાધનો છૂટવા લાગે છે. અંતરમાં આત્માનંદની પ્રાપ્તિ થઈ હોવાથી બહારમાં બધું છૂટતું જાય છે. તેમને સ્વની ઉપલબ્ધિ થઈ હોવાથી પરનો ત્યાગ થતો જાય છે. જ્ઞાનીને અંતરમાં સાર્થકની ઉપલબ્ધિ થઈ હોવાથી બહારમાં વ્યર્થ ફેંકાતું જાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઈષ્ટોપદેશ', શ્લોક ૩૯
'निशामयति निश्शेषमिन्द्रजालोपमं जगत् ।
स्पृहयत्यात्मलाभाय, गत्वान्यत्रानुतप्यते ।।' ગુર્જરનુવાદ : “સમસ્ત વિશ્વને ભાળે, ઇન્દ્રજાળ સમું વૃથા;
આત્મલાભ સદા ઇચ્છે, પસ્તાયે પરમાં જતાં.' સરખાવો : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, ‘સમાધિશતક', દુહો ૪
આતમજ્ઞાને મગન જે, સો સબ પુદ્ગલ ખેલ; ઇંદ્રજાલ કરિ લેખવે, મિલૈ ન તહેં મનમેલ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org