________________
ગાથા - ૧૪૦
અથી
ગાથા ૧૩૯માં શ્રીમદે કહ્યું કે જેમનો મોહભાવ ક્ષય થયો હોય અથવા બહુ ભૂમિકા
* શાંતતાને પામ્યો હોય તેમની દશા તે જ્ઞાનદશા છે, બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે તેને ભાંત કહેવાય.
જેમને જ્ઞાનદશા વર્તે છે - જેઓ શુદ્ધ આત્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયા છે એવા જ્ઞાનીપુરુષને જગત કેવું ભાસે છે તે, બે ઉપમાઓ દ્વારા, સ્વાનુભવના રણકાર સાથે બુલંદ સ્વરે પ્રકાશમાં શ્રીમદ્ કહે છે –
“સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; ગિાથા
તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.” (૧૪૦) સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે અથવા સ્વપ્ન જેવું જગત જેને
જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. (૧૪૦).
જ્ઞાનીની વૈરાગ્યવંત દશા વર્ણવતાં શ્રીમદ્ કહે છે કે જેમને સકળ જગત Lજાવાય! એઠ સમાન અરમણીય તથા સ્વપ્ન સમાન અસ્થિર લાગ્યું છે તેઓ જ ખરેખર જ્ઞાની છે. જેમને સંસારનાં સમસ્ત પદાર્થો એઠ સમાન અશુચિય અને સ્વપ્ન સમાન ક્ષણભંગુર ભાસે છે, તેમને સંસારમાં ઉપાદેયબુદ્ધિ રહેતી નથી. તેમને જગત નિઃસાર જ લાગે છે અને તેથી તેઓ એનાથી નિર્મમ જ રહે છે. પોતાના જીવનના ઘટનાપ્રવાહને તેઓ અલિપ્તભાવે - સાક્ષીભાવે નિહાળતા હોવાથી જીવનના કંકોમાંથી સમભાવે પસાર થવું તેમને માટે સહજ બની જાય છે. સમસ્ત જગતમાં સારભૂત એવો આત્મા તેમણે પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ ધન્યતા અનુભવે છે.
આમ, જેમને જગત પ્રત્યે પરમ ઉદાસીનભાવ વર્તતો હોય છે, તેઓ જ સાચા આત્મજ્ઞાની છે; બાકી આત્માની વાતો કરનારા અને મોહમાં મસ્ત રહેનારાને માત્ર બોલવાની કળાવાળા - વાક્પટુતાવાળા જ સમજવા, અર્થાત્ તેઓ અજ્ઞાની જ છે. વાચાથી જ્ઞાનની માત્ર વાતો કરવારૂપ પોકળ વાણીવિલાસ એ તો માત્ર શુષ્કજ્ઞાન જ છે. આત્માનુભૂતિ વિનાના વિદ્વાનો અને ઉપદેશકો કે જેઓ પોતાને જ્ઞાની માને-મનાવે છે, તેમનામાં મોહની પ્રબળતા વર્તે છે. તેમને જગત પ્રત્યે અનાસક્તભાવ વર્તતો નથી અને તેથી તેમનું જ્ઞાન માત્ર વાચજ્ઞાન છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ જેમને થાય છે, તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org