________________
ગાથા-૧૩૮
૨૭૯
જેવું બોલે છે તેવું જ કરે છે. જેવું મનમાં, તેવું વચનમાં, તેવું આચરણમાં એમ નિર્દભપણે - નિષ્કપટપણે વર્તે છે. મનમાં જુદું, વચનમાં જુદું અને કરવું કાંઈ જુદું એ કપટ છે, વક્રતા છે, કુટિલતા છે. મુમુક્ષુને મન-વચન-કાયાની વિરૂપતા નથી હોતી, ત્રણેની એકતા હોય છે.
મુમુક્ષુ પોતા જીવન સંબંધિત સર્વ પ્રસંગોમાં, સર્વ કાર્યોમાં સત્યનું અનુસરણ કરે છે. તે સત્યપ્રિય હોવાથી ન્યાય-નીતિપૂર્વક જીવે છે. લોકોત્તર માર્ગે સફળ થવા માટે - આત્મશાંતિ અર્થે તે ન્યાય-નીતિપૂર્વક જીવે છે. કોઈ વ્યાવહારિક તકલીફ પડે, ધનની ખેંચ વર્તાય ત્યારે અન્યને અન્યાય કે અનીતિથી ધનલાભ થતો જુએ તોપણ તે દઢ રહે છે, ન્યાય-નીતિથી તે ડગી જતો નથી. તે સર્વત્ર ઔચિત્ય જાળવી સદા સદાચાર પાળે છે. આમ, મુમુક્ષુના અંતરમાં સત્ય ગુણ સદેવ જાગૃત રહે છે. (૬) “ત્યાગ'
પરવસ્તુમાં તાદાભ્યઅધ્યાસ નિવૃત્ત થવો તેને ત્યાગ કહે છે. સાંસારિક ભાવો ઊપજવામાં નિમિત્તરૂપ વાતોનો, વસ્તુઓનો, વ્યક્તિઓનો સંગ છોડી દેવો તે ત્યાગધર્મની આરાધના છે.
ત્યાગ એટલે આત્મા સિવાયની કોઈ પણ વસ્તુમાં તણાવું નહીં. આત્માથી ભિન્ન એવા પરપદાર્થોને “આ સર્વ મારાથી પર છે' એમ જાણીને, તે પ્રત્યેના રાગથી નિવર્તવું તે ત્યાગ છે. “આ કંઈ જ મારું નથી' એવો આકિંચન્યભાવ તે ત્યાગ છે. માત્ર વસ્તુને છોડવી તે ખરો ત્યાગ નથી, વસ્તુ પ્રત્યેના મોહને છોડવો તે ખરો ત્યાગ છે. માત્ર બહારની વસ્તુઓ છોડવી એ ખરો ત્યાગ નથી. ખરેખર તો અજ્ઞાનનો અને રાગાદિ ભાવોનો ત્યાગ કરવાનો છે. ‘શરીરાદિ જગતના પદાર્થો મારા છે' એવી માન્યતાને છોડવાની છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર વગેરે વિકારી ભાવો મારા મૂળ સ્વભાવથી વિપરીત છે, અપવિત્ર છે, દુ:ખ અને આકુળતા ઉપજાવનારા છે અને કર્મબંધનનું કારણ હોવાથી ભવિષ્યમાં પણ દુ:ખ આપનારા છે' એમ જાણી તેવા રાગાદિ ભાવોનો ત્યાગ કરવાનો છે. જેમ આ અજ્ઞાનાદિ ભાવોનો ત્યાગ આત્મય માટે જરૂરી છે, તેમ જેના સંગમાં, જેના પરિચયમાં રહેવાથી આવા ભાવો ઊપજવા સંભવે છે, પોષણ થવા કે વૃદ્ધિ થવા સંભવે છે, તેવા પ્રસંગો અને પદાર્થોનો પણ ત્યાગ કરવો ઘટે છે. શ્રીમદે લખ્યું છે કે –
તે તાદાભ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org