________________
૨૭૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ત્યાં જ શાંતિની શોધ કરે છે. જીવ પરવસ્તુઓમાં સુખબુદ્ધિ સેવે છે અને તે સર્વની પ્રાપ્તિ માટે દિવસ-રાત મથ્યા કરે છે. જે પદાર્થ પરમાર્થે પોતાના નથી, તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં સુખ-દુઃખ કલ્પી જીવ શાંતિથી વંચિત થાય છે. ઈષ્ટની અપ્રાપ્તિ થતાં કે અનિષ્ટની પ્રાપ્તિ થતાં તેની શાંતિ હણાઈ જાય છે. જેમ જેમ આ કલ્પિત સુખબુદ્ધિ ટળતી જાય છે, તેમ તેમ જીવને વિશેષ ને વિશેષ શાંતિ પ્રાપ્ત થતી જાય છે, તેનું શાંત સ્વરૂપ પ્રગટ થતું જાય છે. સદ્ગુરુના આશ્રયે તેમનાં વચનોનું આરાધન કરવાથી આત્મસ્વરૂપનો યથાર્થ મહિમા આવતાં જીવને પરમાં રહેલું મારાપણું ઘટે છે અને પરમાં રહેલી સુખબુદ્ધિ પણ ઘટે છે. આ સુખબુદ્ધિ ઘટતાં આત્માનું ચા-વિચળપણું ટળી સ્થિરતા અને શાંતિ આવે છે.
સદ્દગુરુના વચનયોગે જીવે દેઢ નિશ્ચય કરવો જોઈએ કે “મારી શાંતિ અને તે શાંતિનો ઉપાય ઇન્દ્રિયવિષયોમાં નથી, પણ અંતરમાં - મારા અતીન્દ્રિય સ્વરૂપમાં જ છે.' આવો નિર્ણય કરી તે સ્વભાવનો આશ્રય કરે તો પછી આખી દુનિયા ડૂબી જાય કે બહ્માંડ આખું ખળભળી ઊઠે, તેની શાંતિને બાધા પહોંચાડવા કોઈ સમર્થ નીવડતું નથી. ગમે તેવા બાહ્ય સંયોગો હોય, તેના લક્ષમાં આત્મશાંતિ હોવાથી તે વિચલિત થતો નથી. શ્રીમદ્ લખે છે –
આત્મશાંતિ જે જિંદગીનો ધૃવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે.”
જગતથી ભિન્ન પોતાના અસ્તિત્વને જાણીને, પોતાની શાંતિનું પરિણમન પોતાના અંતરના સાધનને આધીન છે એવું ભાન કરીને જે જીવ અંતરમાં ઠરે છે, તે જીવ પરમ શાંત રસ પ્રગટ કરીને સર્વ દુઃખોથી મુક્ત થાય છે. જેમ ઊકળતું પાણી ખદબદતું હોય તો તે જરા પણ શાંત ન રહે, તેમ આ સંસારમાં ઘોર દુઃખોથી જીવ નિરંતર બળી રહ્યો છે, તેને જરા પણ શાંતિ નથી. આ સંસારદુઃખનો જેને અંતરમાં ત્રાસ લાગે અને કોઈ પણ પ્રકારે તેનાથી છૂટીને શાંતિ મેળવવા જે ચાહે છે, તે જીવ જ શાંતિનો ઉપાય શોધે છે. આત્માની શાંતિ માટે ગરજવાન થયેલો જીવ જ પોતાના સ્વરૂપનો નિર્ણય કરે છે, અંતરસ્વભાવ તરફ વળે છે અને બાહ્ય સંયોગોથી નિરપેક્ષ એવી આત્મશાંતિને પ્રાપ્ત કરે છે.
આત્મપ્રાપ્તિ એ જ જેના જીવનનું એકમાત્ર ધ્યેય છે એવા મુમુક્ષુ જીવને દઢ નિશ્ચય હોય છે કે “ભવભ્રમણનું, સર્વ દુઃખનું, સર્વ અશાંતિનું મૂળ કારણ અજ્ઞાન છે; તેથી તેને ટાળવાનો પુરુષાર્થ મારે કરવો ઘટે છે.' અશાંતિનું કોઈ પણ કારણ તે પોષવા ઇચ્છતો નથી. તે પોતાના મહાન ધ્યેયની અને તદર્થે આવશ્યક પુરુષાર્થની ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૫૮ (પત્રાંક-૯૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org