________________
૨૬૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
છે. જ્યાં દયાપાલનનું લક્ષ નથી હોતું ત્યાં પાપની જ પરિણતિ અને પ્રવૃત્તિ હોય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મુમુક્ષુની ભૂમિકામાં પ્રગટેલા ગુણોમાં દયાને શા માટે અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. આમ, મુમુક્ષુ જીવના અંતરમાં દયાનો ભાવ સદા જાગૃત હોય છે.
(૨) ‘શાંતિ’
શાંતિ એટલે બધા વિભાવપરિણામથી થાકવું, નિવૃત્ત થયું. વિભાવથી હટી સ્વભાવમાં આવવું તે જ શાંત થવું છે.
કષાયભાવમાંથી ખસી અકષાયભાવમાં આવવું તે શાંતિ છે. કષાયોની ઉગ્રતા જ વિષમતા ઉત્પન્ન કરે છે. જેમ જેમ કષાયો મંદ થતા જાય છે, તેમ તેમ શાંતિ પ્રગટે છે. જ્યાં રાગાદિ હોય છે ત્યાં અશાંતિ હોય છે. જેટલે અંશે રાગાદિ ભાવો રોકાય છે, તેટલે અંશે શાંતિનો અનુભવ થાય છે. મુમુક્ષુ જીવને રાગાદિ ભાવો પીડાકારી લાગે છે અને તેથી તે તીવ્ર રાગ-દ્વેષથી યુક્ત થઈને કોઈ પણ પ્રવૃત્તિ કરતો નથી, જેના ફળસ્વરૂપે તે શાંતિનો અનુભવ કરે છે.
કર્મના ઉદયમાં જોડાઈ જવાથી જીવ વ્યાકુળ બની જાય છે અને તે જ અશાંતિ છે. જીવ તે વખતે તત્ત્વબોધનો વિચાર કરે તો તે શાંત થાય. મુમુક્ષુ જીવને અંતરમાં આત્મદાઝ પ્રગટી હોય છે, તેથી તેણે આ શાંતિનો માર્ગ લીધો હોય છે. તેને આત્મકલ્યાણની ઝંખના જાગી હોવાથી તેણે આ શાંતિપથ ગ્રહણ કર્યો હોય છે. તેને પોતાના ઉદયની સભાનતા હોય છે, જાગૃતિ હોય છે; તેથી તે ઉદયના અનિષ્ટ પ્રભાવથી બચેલો રહે છે.
કર્મનો વિપાક આવે ત્યારે મુમુક્ષુ અવલોકતો રહે છે કે અત્યારે મને કયા કર્મનો કેવા પ્રકારનો ઉદય ચાલી રહ્યો છે, ઘાતી કર્મનો કેવો ઉદય છે, અઘાતી કર્મનો કેવો ઉદય છે, અંતરંગ વિપાક કેવો છે, બહિરંગ વિપાક કેવો છે' ઇત્યાદિ. જેમ કે લોભ મોહનીય, ભય મોહનીય, અશાતા વેદનીય કે અપયશ નામ કર્મનો વિપાક શરૂ થાય કે તરત તેને તે રૂપે જાણી લે છે અને સજાગ થઈ જાય છે. તે વિચારે છે કે “મારી જ ભૂલના કારણે, મારાં જ અજ્ઞાન-પ્રમાદાદિના કારણે પૂર્વે કર્મોનું ઉપાર્જન કર્યું હતું, કર્મો આવીને મારા આત્મપ્રદેશો ઉપર ચીટકી ગયાં હતાં, તો તેનું પરિણામ તો જરૂર આવશે જ. જે દોષ પૂર્વે ક્યારેક મેં જ સેવ્યો હતો, તેનું ફળ અત્યારે મને મળી રહ્યું છે' એમ ‘અત્યારે’નું ફળ જોતાં ‘ક્યારેક’ની સ્મૃતિ થતી હોવાથી મુમુક્ષુ તેવી કરણીના પુનરાવર્તનથી બચી જાય છે.
મુમુક્ષુ પોતાના કર્તવ્યનો વિચાર કરે છે કે ‘વર્તમાન કર્મોદયની હાનિકારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org