________________
ગાથા-૧૩૬
૨૩૫
સમાધાન - ૫
ઉપાદાનને લક્ષે મુક્તિ પ્રગટે છે એ વાત સત્ય છે, પણ ઉપાદાનલક્ષી થવા માટે પણ શુભ નિમિત્તોની આવશ્યકતા રહે જ છે. જો જીવને સગુરુ આદિ પ્રત્યે વિનય, બહુમાન વગેરે શુભ ભાવ ન હોય તો તેને સ્વરૂપલક્ષ થતો નથી. એક માણસે ટિકિટો ચોંટાડેલું પાર્સલ પોસ્ટઑફિસના કર્મચારીને બહારગામ મોકલવા માટે આપ્યું. કર્મચારીએ વજન કરી કહ્યું કે પાર્સલનું વજન વધારે છે, તેથી આટલી ટિકિટ પર્યાપ્ત નથી, વધુ લગાડો. તે માણસ કર્મચારીને એમ કહેતો નથી કે પાર્સલ આમ પણ વજનદાર છે, તેથી ટિકિટ જ કાઢી નાંખવી જોઈએ, એના બદલે તમે વળી વધુ ટિકિટ લગાડવાની વાત કરો છો! તેને એટલી સમજ છે કે ટિકિટનું વજન ગણતરીમાં લેવાનું જ ન હોય. પાર્સલ મોકલવું હોય તો જરૂરી ટિકિટ ચોંટાડવી જ જોઈએ, નહીં તો પાર્સલ તેના યથાર્થ સ્થાને પહોંચશે જ નહીં. તેમ જીવનું ઉપયોગરૂપી પાર્સલ આમ પણ અશુભ ભાવોના કારણે વજનદાર જ છે. જો તે સદ્ગુરુની ભક્તિરૂપ ટિકિટો લગાડવાનો નિષેધ કરે તો એ પાર્સલ યથાર્થ સ્થાને - સ્વસ્વરૂપમાં પહોંચી શકશે જ નહીં. જ્યાં સુધી જીવની પૂર્ણ નિર્મળ પવિત્ર દશા ન પ્રગટે ત્યાં સુધી શુભ નિમિત્તોનું અવલંબન છોડવા યોગ્ય નથી. કાર્ય પૂર્ણ થયા પછી અવલંબનની આવશ્યકતા રહેતી ન હોવાથી તે તો સહેજે છૂટી જાય છે.
આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે. દલીલ - ૬
હિંસાદિમાં જેનો ઉપયોગ હોય તે જ નરકમાં જાય છે. ભાવમુનિ કદાપિ નરકમાં જતા નથી. કોઈ વાર તેમના પગ નીચે કોઈ જીવ આવી જવાથી કદાચ તે જીવ મરી જાય તોપણ ભાવ મુનિ કદી નરકમાં જતા નથી, કેમ કે તેમને હિંસક પરિણામ હોતાં નથી. જીવને પરજીવની હિંસા સાથે અશુભ ભાવ હોય તો જ તે નરકે જાય છે, કાંઈ હિંસાની ક્રિયા થવામાત્રથી નરકે જવું પડતું નથી. માટે નિમિત્ત જીવનાં પુણ્ય-પાપમાં કાંઈ કરતું નથી. સમાધાન - ૬,
અશુભ પરિણામ દ્વારા હિંસાદિ પાપ થાય છે, પણ તે હિંસાદિ પાપ માટે નિમિત્તની આવશ્યકતા પણ રહે છે. હિંસાદિ પાંચ પાપ માટે નિમિત્તની પણ જરૂર છે. હિંસામાં પરજીવનું નિમિત્ત, અસત્યમાં ભાષાનું નિમિત્ત, ચોરીમાં વસ્તુનું નિમિત્ત, અબ્રહ્મચર્યમાં શરીરનું નિમિત્ત, પરિગ્રહમાં દ્રવ્યનું નિમિત્ત; એ બધામાં નિમિત્તોની જરૂર પડે છે. નિમિત્ત વિના પાપ થઈ શકતું નથી. ભાવમુનિને હિંસાનાં પરિણામ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org