________________
૨૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ન કરે તો તેને સુખ-દુ:ખ ન થાય, તેથી પરદ્રવ્યના કારણે સુખ-દુ:ખ નથી, પરપદાર્થ પ્રત્યેનો મોહ જ સુખ-દુઃખનું કારણ છે. જો ૫૨૫દાર્થમાં સુખ કે દુઃખ આપવાની ક્ષમતા હોય તો સર્વ જીવોને એકસરખું સુખ કે દુઃખ કેમ થતું નથી? જો સુખ-દુઃખ પરપદાર્થજન્ય હોય તો સર્વને સમાન સુખ કે દુ:ખ થવું જોઈએ, પણ એમ નથી થતું. જેને જેટલો મોહ હોય, તેને તેટલું સુખ કે દુઃખ થાય છે. આમ, કોઈ પણ દ્રવ્ય કે તેની કોઈ પણ પર્યાય અન્ય દ્રવ્યને પરાધીન કે પરતંત્ર બનાવતાં નથી, કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ પણ કરી શકે નહીં એવી વસ્તુસ્થિતિ છે.
વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી, સાધક જીવ શાતા-અશાતા, લાભ-અલાભ, માન-અપમાન આદિ પ્રસંગમાં ‘પરમાં થતાં પરિવર્તનથી આત્માને કંઈ લાભ-નુકસાન નથી, જડ અને ચેતન બન્ને દ્રવ્ય સાવ સ્વતંત્ર છે' એવા ભાનપૂર્વક શાંત સ્વીકાર કરી મોક્ષમાર્ગે આગળ વધે છે. તે ચિત્તને સંકલ્પ-વિકલ્પમાં જતું રોકી, ઉપયોગને સ્વમાં વાળી પોતાનો આત્મવિકાસ વેગવાન બનાવે છે. તે જાગૃતિપૂર્વક પરથી પોતાની ભિન્નતાનું ભાન દેઢ કરી, ચિત્તને સંકલ્પ-વિકલ્પથી ઉત્તરોત્તર અધિકાધિક મુક્ત કરતો જઈ સ્વમાં ઠરતો જાય છે.
સાધક જીવ પહેલાં બહારમાં ફેરફાર કરી સુખ-શાંતિ મેળવવા ઇચ્છતો હતો, પરંતુ જ્ઞાની ભગવંતોના બોધ દ્વારા તેને સમજાય છે કે “મારાં સુખ-શાંતિને બાહ્ય પરિવર્તન સાથે કોઈ સંબંધ નથી', તેથી તે બાહ્ય સંયોગોનો શાંત સ્વીકાર કરે છે. હવે તે બહારમાં કંઈ પણ પરિવર્તન ઇચ્છતો નથી. તે વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિનો શાંત સ્વીકાર કરે છે અને અન્યથા કરવાની આકાંક્ષા ઊઠવા પણ દેતો નથી. તેને કોઈ પણ સંયોગ પ્રત્યે અસ્વીકારનો ભાવ નથી જાગતો. જે બને છે તે યોગ્ય જ બને છે એમ સ્વીકારી, તેના પ્રત્યે ફરિયાદનો કોઈ પણ ભાવ લાવતો નથી. સાધક જીવને આવું શાંત સ્વીકારનું વલણ હોય છે.
શાંત સ્વીકારના અભાવમાં પ્રતિકૂળતા વખતે ફરિયાદ ઊઠે છે અને બહારમાં કંઈક પરિવર્તન કરવાની વૃત્તિ રહ્યા કરે છે. એક જાતની તણાવગ્રસ્ત સ્થિતિ રહે છે. ઉપયોગ ઉત્તેજિત થઈ બહાર ભમે છે અને કંઈક કરવું છે એવા કર્તુત્વભાવમાં તે રહે છે. જો શાંત સ્વીકાર થાય તો ફરિયાદ ઊઠવાનો અવકાશ રહેતો નથી, પરિવર્તનની વૃત્તિ જાગતી નથી; અને પરિણામે કંઈ પણ કરવાનું રહેતું નથી, માત્ર જાણવાનું જ રહે છે. કર્તા-ભોક્તાપણાના વિકલ્પો વિરામ પામે છે અને જીવ જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં પ્રવેશ કરે છે. શાંત સ્વીકારના અભ્યાસથી જીવ જ્ઞાયકભાવમાં રહે છે.
આ રીતે ‘પરદ્રવ્યથી પોતાને કંઈ લાભ કે હાનિ નથી' આદિ સિદ્ધાંતોનો પ્રયોગ રોજિંદા જીવનવ્યવહારમાં શાંત સ્વીકારના અભ્યાસ અર્થે કરવો જોઈએ. પ્રાપ્ત પરિસ્થિતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org