________________
ગાથા-૧૩૫
૨૦૫ તેની પ્રીતિ વધતાં, હું પણ આવી આશ્ચર્યયુક્ત દશાનો અધિકારી ક્યારે થઈશ?' એવી ભાવના ભાવે છે અને આ ભાવના બળવાન થતાં, “મારે એવી દશા પ્રાપ્ત કરવી જ છે અને હું કરીને જ રહીશ' એવી ખુમારી સહિત ઉગ્ર પુરુષાર્થ ઉપાડે છે અને સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. સદ્ગુરુની વીતરાગદશાનું અવલંબન તેને આત્મસ્વભાવ પ્રગટાવવામાં અત્યંત સહાયકારી બને છે. આમ, સદ્ગુરુની વીતરાગદશા તથા અરિહંત ભગવાનની પૂર્ણ વીતરાગદશા, જીવની સિદ્ધપર્યાય પ્રગટાવવામાં ઉત્તમ નિમિત્તકારણ છે.
આ પ્રમાણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રસ્તુત ગાથામાં શ્રીમદે ધર્મ-આરાધનની સંપૂર્ણ વિધિ બતાવી છે. શ્રીમદે સર્વ જીવોનાં કલ્યાણ અર્થે આ અપૂર્વ ગાથામાં ઉપાદાન-નિમિત્તની સંધિરૂપ મોક્ષમાર્ગ દર્શિત કરી પરમ ઉપકાર કર્યો છે. આ ગાથામાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગીનો અર્ક છે. આમાં ઊડું તત્ત્વરહસ્ય તથા અર્થગાંભીર્ય ઠાંસી ઠાંસીને ભર્યું છે. આ અનુપમ ગાથા ગંભીર આશયવાળી અને સુવિચારવાનને જ્ઞાનલબ્ધિ પ્રગટાવે એવા સામર્થ્યથી ભરપૂર છે. નિર્દોષ જિનાગમોના નવનીતરૂપ આ ગાથાને શાંત ચિત્તે વાંચવાથી, વિચારવાથી, તેના ઉપર ગંભીરતાપૂર્વક વારંવાર અનુપ્રેક્ષા કરવાથી તેમાં રહેલાં અનેક રહસ્ય પ્રગટ થાય છે. પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે એમ આ ગાથાના અભ્યાસ પછી વિચારકને ભાસ્યા વિના રહેતું નથી. મુમુક્ષુને પરમ બાંધવરૂપ, પરમ રક્ષકરૂપ તથા પરમપદને આપે એવી આ કલ્યાણપ્રદ ગાથા શ્રીમની પ્રજ્ઞા તથા અલૌકિક પ્રતિભાનું દર્શન કરાવે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
‘સર્વ જીવ છે સિદ્ધ સમ, અનંત ચતુષ્ટયેવંત; માત્ર કર્મથી આવર્યો, પણ સત્તાએ મહંત. યથાર્થ સદ્ગુરુ મહેરથી, જે સમજે તે થાય; શક્તિ સર્વની વ્યક્તતા, સાદિ અનંત સુખદાય. ઉપાદાન નિજ આત્મ છે, શુદ્ધ દ્રવ્ય પરિણામ; સદ્દગુરુ આજ્ઞા, જિનદશા, વિચાર એ ગુણધામ. પંચાચાર વિશુદ્ધતા, ક્ષમાદિ દશ વિધ જોય; સમ્યકજ્ઞાન આરાધતાં, નિમિત્ત કારણ માંય.' ૧
1- રાજપૂત ભી અંબાલાલભાઈ
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪૮ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૫૩૭-૫૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org