________________
ગાથા-૧૩૫
બસ, પછી સિદ્ધત્વ પ્રગટી ચૂક્યું જ સમજ.'૧
સ્વરૂપની વિસ્મૃતિ એ સર્વ વિક્ષેપનું કારણ છે. સ્વરૂપ સાથે ચિત્તનું અનુસંધાન થાય તો રાગાત્મક-દ્વેષાત્મક સંસ્કારોની જડ ઉખેડી શકાય છે. મનને વારંવાર સ્વરૂપ પ્રત્યે જાગૃત કરતાં અને જાગૃત રાખતાં દશામાં રહેલી અશુદ્ધતા દૂર થાય છે અને સ્વભાવમાં રહેલી શુદ્ધતા પ્રગટે છે, તેથી સ્વરૂપાનુસંધાન એ જ એક કરવા યોગ્ય કાર્ય છે. સર્વ ધાર્મિક ક્રિયાઓનું પ્રયોજન પણ એ જ છે. સ્વરૂપાનુસંધાન કરવામાં ઉત્તમ નિમિત્ત છે સદ્ગુરુની આજ્ઞા અને જિનદશા. જીવ જો સ્વચ્છંદ અને પ્રમાદ છોડી સદ્ગુરુની આજ્ઞાએ વર્તે અને સદ્ગુરુએ ઉપદેશેલી એવી જિનદશાનું સતત લક્ષ રાખે તો સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે અને સ્વરૂપમાં વિશેષ વિશેષ સ્થિરતા સધાતાં સિદ્ધદશાને પ્રાપ્ત કરી શકે. ઉપાદાનનું સામર્થ્ય તથા તેને પ્રગટ કરવાની પ્રક્રિયા સમજ્યા પછી હવે સિદ્ધત્વરૂપ કાર્યનાં બે નિમિત્તોને વિચારીએ
૧૯૫
‘સદ્ગુરુ આજ્ઞા'
સિદ્ધત્વની પ્રાપ્તિ માટે સદૈવ-સદ્ગુરુ-સદ્ધર્મ એ ઉત્તમ સાધન છે. દિવસના ભાગમાં સૂર્યનો પ્રકાશ બધાને પ્રાપ્ત થાય છે. રાત્રે જ્યારે સૂર્યનો પ્રકાશ ન હોય ત્યારે દીપકના પ્રકાશથી પ્રયોજન પાર પડે છે. તેમ તીર્થંકર ભગવંતોની જ્યારે ઉપસ્થિતિ ન હોય ત્યારે સદ્ગુરુ મોક્ષમાર્ગના પ્રકાશક તરીકે ઉપયોગી થાય છે. વર્તમાન દુખમ કાળમાં સાક્ષાત્ વીતરાગ તીર્થંકર ભગવંતનો વિરહ હોવાથી પ્રત્યક્ષ સદ્ગુરુ જ સર્વથી મહાન ઉપકારી છે. સદ્ગુરુ સદેવનું સ્વરૂપ સમજાવે છે તથા સદ્ધર્મનું રહસ્ય બતાવે છે, માટે સદૈવ અને સદ્ધર્મને સદ્ગુરુ તત્ત્વમાં સમાવીને સદ્ગુરુનું પરમ માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે.
સદ્ગુરુનું કાર્ય, તેમની પ્રેરણા, તેમનો બોધ, તેમનું કૌશલ્ય અજોડ હોય છે. પોતાની વિશિષ્ટ કુનેહથી તેઓ શિષ્યને પ્રગતિના પંથે આગળ ધપાવતા જાય છે. સદ્ગુરુના પરમ સમર્થ અવલંબન વડે જીવ આત્મસિદ્ધિરૂપ ધ્યેયને સિદ્ધ કરી શકે છે. જીવનું હિત શામાં છે એ સદ્ગુરુ સારી રીતે જાણે છે અને આજ્ઞા દ્વારા તેઓ તેને જીવ સુધી પહોંચાડે છે. આજ્ઞાના યથાર્થ આરાધનથી જીવ પોતાનું અનંતુ હિત સાધે છે. સદ્ગુરુનો ભેટો થતાં, તેમની આજ્ઞાનું એકચિત્તે આરાધન કરતાં પરનું સમસ્ત કર્તૃત્વ વિલીન થઈ જ્ઞાતૃત્વમાં પદાર્પણ થાય છે. સદ્ગુરુની આજ્ઞાને એકનિષ્ઠાએ ઉપાસતાં જીવ પરમપદને પામે છે. શ્રીમદ્ લખે છે
‘સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘હું આત્મા છું', ભાગ-૩, પૃ.૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org