SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૫ ૧૮૯ સ્વરૂપને ધ્યેય બનાવી તેમાં ઉપયોગ એકાકાર કરતાં જીવ પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. સ્વરૂપની લગની લાગે, તેમાં ઉપયોગ જામે, એકાગ્ર થાય તો રાગાદિ અટકી જાય છે અને જડ કર્મ પણ ટળી જાય છે. આત્મા રાગ વગરનો થઈ જાય છે, કર્મ ક્ષય થઈ જાય છે અને આત્મા પરમાત્મા થાય છે. સ્વભાવમાં શક્તિરૂપે રહેલું પરમાત્મપણું પર્યાયમાં પ્રગટે છે. આત્મામાં શક્તિરૂપે રહેલા ગુણોનું ભાન કરીને, પોતાના ત્રિકાળી આત્માની સન્મુખ થઈને જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. શક્તિ અપેક્ષાએ જીવ પરમાત્મા સમાન પૂર્ણ છે, એમ પોતાની શક્તિનો જ્યાં સુધી જીવ વિશ્વાસ ન કરે ત્યાં સુધી પરમાત્મપણું પર્યાયમાં પ્રગટ થતું નથી. બહિર્મુખ જીવને વિશ્વાસ બેસતો નથી કે પોતે પરમાત્મસ્વરૂપ છે. કર્મકૃત વ્યક્તિત્વની જાળ એટલા લાંબા સમયથી પાથરેલી છે કે તેનાથી મનાતું નથી કે પોતે સિદ્ધ સમાન છે. જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, પરંતુ જ્યારે તે એને ભૂલી ગયો હોય છે ત્યારે પણ સ્વરૂપ તો અહર્નિશ પોતાની પરમ સંપૂર્ણતામાં મોજૂદ જ રહે છે. તેથી માત્ર પોતે પરમાત્મા છે એ તથ્યનું ભાન કરવાનું છે. આવશ્યકતા છે પોતાના સ્વરૂપનું સ્મરણ કરવાની. જ્ઞાનાનંદસ્વરૂપની સ્મૃતિનો અભ્યાસ પાડવાનો છે. પોતાના સનાતન, શાશ્વત, ત્રિકાળી, ધ્રુવ દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરવાની છે. અનાદિનો અવળો અભ્યાસ તોડવાનો છે. તે માટે અંતર્મુખદશાનો અપૂર્વ પુરુષાર્થ જોઈશે. દેહમાં રહેલી આત્મબુદ્ધિ છોડી દઈ, જ્ઞાનપૂર્વક અંતર્મુખ થવું એ જ મુક્તિનો ઉપાય છે. ૧ ‘શરીરાદિ મારાં છે' એ આત્મભ્રાંતિ છે. તે આત્માના ભાન દ્વારા ટળી શકે છે. તે અર્થે જીવે હું ગોરો છું, સ્થૂળ છું, કૃશ છું' એ રીતે કાયા સાથે તાદાભ્ય તોડીને ‘એકમાત્ર જ્ઞાન જ મારી કાયા છે' એ તથ્યથી ભાવિત થવું જોઈએ. કર્મકૃત અવસ્થાઓ સાથેનું તાદાભ્ય તોડીને એ સઘળાં પરિવર્તનોને જોનાર ઉપર લક્ષને કેન્દ્રિત કરવું જોઈએ. માત્ર શુદ્ધ જ્ઞાયકસ્વભાવમાં જ પોતાનું તાદાત્મ સ્થાપવું જોઈએ. દેહ અને મનથી, એટલે કે દેહની પર્યાયો અને મનની પર્યાયોથી જે પોતાને ભિન્ન જોઈ શકે છે, તે પોતાના કર્મકૃત વ્યક્તિત્વથી ઉપર ઊઠે છે. તે જોઈ શકે છે કે દેહ અને મનનાં બધાં પરિવર્તનો વચ્ચે પણ પોતે એક અખંડ સત્તારૂપ અચળ જ રહે ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મોપનિષદ્', જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર, શ્લોક ૫ 'तेनाऽऽत्मदर्शनाऽऽकाङ्क्षी, ज्ञानेनाऽन्तर्मुखो भवेत् । द्रष्टु दृगाऽऽत्मता मुक्ति-दृश्यैकात्म्यं भवभ्रमः ।।' ૨- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૭૦ 'गौरः स्थूलः कृशो वाऽहमित्यङ्गेनाविशेषयन् । आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy