________________
ગાથા-૧૩૪
૧૬૧ આમ, આત્માનું અવલંબન લેવું એ જ સર્વત્ર મોક્ષમાર્ગનું લક્ષણ છે. ધર્મની - મોક્ષમાર્ગની વ્યાખ્યાઓ જુદા જુદા પ્રકારે કરવામાં આવે છે, પરંતુ મોક્ષમાર્ગ કાંઈ જુદા નથી. મોક્ષમાર્ગ એક જ છે, કેવળ મોક્ષમાર્ગનું નિરૂપણ જુદા જુદા પ્રકારે થાય છે. જે જીવે મોક્ષમાર્ગને યથાર્થ ઓળખ્યો નથી, તેનો નિર્ધાર કર્યો નથી, તે જીવ જુદા જુદા પ્રકારના મોક્ષમાર્ગ માને છે અને તેમાંથી અમુક પ્રકાર જ સાચો છે એવો આગ્રહ કરે છે. જુદા જુદા પ્રકારના મોક્ષમાર્ગના નિરૂપણના આશયને તે સમજી શકતો નથી. તે આ વાતના મર્મને પકડી શકતો નથી અને તેને સ્થૂળપણે પકડી લે છે, પરંતુ આ તેની મિથ્યા બુદ્ધિ છે. નિરૂપણની અપેક્ષાએ મોક્ષમાર્ગ જુદા જુદા પ્રકારે કહેવામાં આવે છે, પણ મોક્ષમાર્ગ જુદા જુદા માનવા એ તો મિથ્યા સમજણ છે.
માર્ગ અને કાંતિક હોવાથી તેની પ્રરૂપણા ઘણી રીતે થઈ શકે છે. દેશ-કાળ અનુસાર અનેક રીતે માર્ગ કહેવામાં આવે છે, પરંતુ તેમાં મુખ્ય બોધ એ જ છે કે પરનું અવલંબન છોડી આત્માનું અવલંબન લેવું. આ માટે સત્સાધનોનું સેવન આવશ્યક છે. જપ, તપ આદિ બાહ્ય સાધનો જગતથી વિમુખ થવામાં અને સત્ની સન્મુખ થવામાં ઉપકારી નીવડે છે. નિશ્ચયના લક્ષપૂર્વક સદ્વ્યવહારમાં પ્રવૃત્તિ કરવાથી આત્મભાવનું પોષણ થાય છે અને રાગાદિ મંદ થવા માંડે છે. આત્મકલ્યાણ કરવા માટે કટિબદ્ધ થનાર સાધક અવશ્ય નિશ્ચય-વ્યવહારનો સુમેળ સાધે છે અને પરિણતિને આત્મસન્મુખ કરતો જાય છે. આ જ મોક્ષમાર્ગની સાધના છે, આરાધના છે, ઉપાસના છે. જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે કે થશે તે આ નિશ્ચય-વ્યવહારની સંધિરૂપ માર્ગે પ્રયાણ કરીને જ થયા છે, થાય છે અને થશે એમ સર્વ જ્ઞાનીઓનો પરમ નિશ્ચય છે. શ્રીમદ્ લખે છે –
‘સર્વ પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિપર્યત સક્રિયા કે રાગદ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે.''
ત્રણે કાળમાં જ્ઞાની પુરુષોએ પ્રણીત કરેલો આ શાશ્વત અને સનાતન માર્ગ છે. ચતુર્થ કાળમાં બીજો માર્ગ હતો, હવે પંચમ કાળમાં બીજો છે અને છઠ્ઠા કાળમાં બીજો હશે એમ નથી. ગમે તે દેશમાં, ગમે તે કાળમાં એ જ એક અખંડ ત્રિકાળ અબાધિત મોક્ષમાર્ગ છે એમ નિશ્ચલ સિદ્ધાંત છે. ત્રણે કાળમાં મોક્ષમાર્ગ એક અને અભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિને આશ્રયીને બાહ્ય વાત આદિમાં ભેદ પડે છે, પણ પરમાર્થમાર્ગ તો ત્રણે કાળમાં અભેદ જ રહે છે. પોતાની તાત્ત્વિક સત્તામાં ઠરવાનો પુરુષાર્થ તે જ ત્રિકાળી પરમાર્થમાર્ગ છે એમ યથાર્થપણે સમજી, જીવ વ્રત-તપ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૦૨ (પત્રાંક-૮૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org