________________
ગાથા-૧૩૩
૧૪૭
ધર્મનું યથાર્થ આચરણ છે. સ્વને જાણવું એ જ ધર્મ છે. સ્વનો અનુભવ કરવો એ જ ધર્મ છે. સતત આત્મજાગૃતિપૂર્વક જીવવું એ જ ધર્મ છે. પરંતુ નિશ્ચયાભાસી જીવ ધર્મના નામે જાણે છે કેવળ શાસ્ત્ર, ધર્મના નામે જાણે છે માત્ર શબ્દ.
જે શબ્દને સત્ય સમજે છે તેનામાં અને જે શબ્દકોષના ઘોડાને સાચો ઘોડો માની લે છે તેનામાં કોઈ જ ફરક નથી. શબ્દકોષના ઘોડા ઉપર કોઈ સવારી કરી શકે? શું કોઈ એવો બુદ્ધિમાન હોઈ શકે કે જે શબ્દકોષના ઘોડા ઉપર સવારી કરવા ઇચ્છે? ના. નાનું બાળક પણ શબ્દકોષના ઘોડા ઉપર સવારી કરવાની ઇચ્છા નહીં કરે, પણ નિશ્ચયાભાસી જીવ શબ્દકોષના ‘ભગવાન આત્માને જાણીને તેમાં જ કૃતકૃત્યતા માની લે છે. તે શબ્દકોષને સત્ય માની લે છે, તેથી તેને આત્માનો અનુભવ તો નથી થતો, પણ અનુભવ માટેની ઝૂરણા પણ નથી જાગતી. તેને સાચા ઘોડા ઉપર સવારી કરવાની, ભગવાન આત્માના આનંદસ્વરૂપમાં સ્થિર થવાની અભીપ્સા જ જાગતી નથી.
જીવને ભલે શાસ્ત્રનું બધું જ્ઞાન હોય, પરંતુ આત્માનુભવ વિના, આત્મભાન વિના તેના માટે શાસ્ત્રનું જાણપણું માત્ર મનના ભારરૂપ છે. જીવ આત્મલક્ષ વિના અગિયાર અંગ ભણી જાય તો પણ તેનાથી તેને કિંચિત્માત્ર પણ આત્મકલ્યાણની પ્રાપ્તિ થતી નથી. જો માત્ર શાસ્ત્રના જાણપણામાં રોકાય, પરંતુ શાસ્ત્ર તરફના વિકલ્પોથી પાર એવા ચૈતન્ય આત્મસ્વભાવ તરફ વળે નહીં તો તેને ધર્મ થતો નથી, તેનું જ્ઞાન સમ્ય થતું નથી. નિશ્ચયાભાસી જીવને ભલે આત્મા વિષે બૌદ્ધિક જાણકારી હોય, આધ્યાત્મિક શાસ્ત્રોના શ્લોક તેની જીભના ટેરવે રમતા હોય; પણ તેને સ્વરૂપનું ભાન નહીં હોવાથી, તેની આવી કોઈ કળાથી સંસારનો અંત આવતો નથી. અલ્પ કાળમાં જીવન પૂરું થતાં તે સંસારસમુદ્રમાં ડૂબી જાય છે અને તેનું બધું જ જાણપણું વ્યર્થ થઈ જાય છે. જ્ઞાનીઓને ભલે યાદશક્તિ બહુ ન હોય, શાસ્ત્રવચનો મોઢે આવડતાં ન હોય, પરંતુ આત્માનુભવની મૂળભૂત કળા તેઓ બરાબર જાણે છે અને એ જ સદ્વિદ્યા વડે તેઓ અલ્પ કાળમાં સંસારસમુદ્રનો પાર પામી જાય છે.
અહીં શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો નિષેધ નથી, પરંતુ શાસ્ત્રાભ્યાસનું પ્રયોજન દર્શાવવાનો હેતુ છે. જીવ શાસ્ત્રોનો અભ્યાસ કરે, તેના આશયને બરાબર સમજે તો તે ચાર ગતિનાં અનંત દુઃખોનો નાશ કરી નિર્વાણને પામી શકે. આત્મસ્વરૂપને જાણો, તેની જ રુચિ-પ્રતીતિ-શ્રદ્ધા કરો, તેનો જ મહિમા પ્રગટાવો એ શાસ્ત્રનું પ્રયોજન છે. સર્વ પદાર્થોની યથાર્થ સમજણ કરી, દ્રવ્યોની સ્વતંત્રતા સમજી, સમ્યક્ પુરુષાર્થ વડે ચૈતન્યસ્વભાવી આત્માનો આશ્રય કરવો એ શાસ્ત્રોનો આશય છે. આત્માનો અનુભવ કરવો એ જ સમસ્ત જિનવાણીનો ઉદ્દેશ છે. દ્વાદશાંગરૂપ જિનવાણીમાં જે પણ ઉપદેશ આપવામાં આવ્યો છે, તેનો સાર એકમાત્ર આત્માનુભૂતિ છે. આત્માનુભવ વિના ‘હું
Sા
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org