________________
ગાથા-૧૩૩
૧૪૫
વર્તે છે, અને સત્સમાગમ આદિ સાધન પામ્યા વિના કથનમાત્ર નિશ્ચય પોકાર્યા કરે કે “આત્મા શુદ્ધ છે' તે નિશ્ચયાભાસી છે. જરીક અગવડતાનો પ્રસંગ આવે ત્યાં અશાંતિ-ક્લેશ દેખાય, શરીરની સગવડતાની ઘણી મમતા હોય, એવા દેહાધ્યાસમાં વર્તતા જીવોને સંસાર-દેહાદિમાં સુખબુદ્ધિ હોવાથી સિદ્ધાંતબોધ અને અધ્યાત્મશાસ્ત્ર સારભૂત થતાં નથી. તેવા જીવ આત્મા સર્વથી જુદો છે, જડ મન-ઇન્દ્રિયથી જુદો છે, એમ વાતો કરે, પણ જ્યાં શરીરને કંઈ અગવડતા જણાય ત્યાં આલસવિલસ થાય છે, મૂંઝાઈ જાય છે. પણ ભાઈ રે! તું કહેતો હતો ને કે હું પરથી - દેહથી જુદો છું? શાસ્ત્રજ્ઞાનની ઓથ લઈને જેણે દેહાદિની મમતા ઘટાડી નથી, આત્મામાં અંતરંગ દેહભાવ, મમતા વર્તે છે અને કહે કે - અમને સમ્યગ્દર્શન છે, તે માત્ર જ્ઞાનીનો દ્રોહ કરે છે, પોતાના આત્માનો ઘાત કરે છે, તેને નિશ્ચયનું ભાન નથી. ..... કોઈ શાસ્ત્રના શબ્દો ગોખી રાખે કે - આત્મા આવો છે વગેરે મનમાં ધારી રાખે અને માને કે હું જ્ઞાની છું પણ તેથી કાંઈ પરમાર્થે જ્ઞાનીપણું આવતું નથી. ગ્રામોફોનની રેકર્ડ પણ આત્માની વાતો બોલી જાય તેમ આ પણ બોલી જાય, તેથી ચેતનને ગુણ શું?’
નિશ્ચયાભાસી જીવ માત્ર શબ્દોથી જાણે છે કે હું જ્ઞાનસ્વરૂપ છું, પરંતુ તે પોતાને પરદ્રવ્યથી ભિન્ન, કેવળ ચૈતન્યસ્વરૂપે લક્ષમાં લેતો નથી. તે સ્વ-પરને જાણવા છતાં પોતાના સ્વભાવ તરફ ઢળતો નથી. તેનું વલણ પર તરફ જ રહે છે. સ્વભાવ તરફ તેનું વલણ થતું નથી. તે ક્ષયોપશમભાવે માત્ર ધારણાથી ખ્યાલ કરે છે, પરંતુ યથાર્થપણે રુચિથી સમજતો નથી. જો યથાર્થપણે રુચિથી સ્વભાવની વાત સમજે તો સમ્યગ્દર્શન થાય. સ્વભાવની વાત સાંભળતાં તેનો મહિમા લાવીને, ‘અહો! આવું મારું સ્વરૂપ છે' એમ સ્વભાવનો ઉલ્લાસ આવવો જોઈએ. વીર્ય પરથી ખસેડીને સ્વભાવમાં વાળવું જોઈએ.
નિશ્ચય વાક્યોને મોઢે કરી આત્મવસ્તુને માત્ર જ્ઞાનરૂપે ખ્યાલમાં લેવાથી જીવને સમ્યગ્દર્શન થતું નથી, પરંતુ જ્ઞાન સાથે વીર્ય તે તરફ ઢળે તો કામ થાય છે. જ્ઞાન અને વીર્ય બનેને સ્વભાવમાં વાળવાં જોઈએ. વીર્યને સ્વભાવ તરફ વાળવામાં ન આવે તો જ્ઞાનમાં તે તથ્યનો ખ્યાલ હોવા છતાં તે તથ્ય કાર્યકારી થતું નથી. શાસ્ત્રાદિ વડે આત્મસ્વરૂપને જાણી લેવામાં આવે, પણ તેનો આશ્રય લેવામાં ન આવે તો જાણવાથી કોઈ લાભ થતો નથી. આત્મતત્ત્વનો આશ્રય કરવાથી, તેની સન્મુખ થવાથી જ દુઃખનો અભાવ થાય છે. “આત્મા' શબ્દથી પોતાને આત્મારૂપ શ્રદ્ધવામાં આવે, આત્મા તરફ પોતાનું વલણ થાય તો જ સુખપ્રાપ્તિ થાય છે. આત્મા વિષે જાણી તે તરફ દષ્ટિ જતાં ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૪૧૨-૪૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org