________________
ગાથા-૧૩૩
૧૪૧
જ નહીં સમૂળગા મત-પંથ પણ ભલે જુદા હોય, પણ જેમનો આંતરિક ભાવ વિશુદ્ધ હોય, રાગ-દ્વેષ અને મોહથી રહિત હોય, તે સૌ મોક્ષના અધિકારી છે. કદાગ્રહ મૂકીને આ તથ્યને શાણા માણસે વિચારવું ઘટે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અમુક પદ્ધતિથી ધર્મારાધના કરવાથી જ સાધ્યપ્રાપ્તિ થાય છે એવું નથી. ભાવવિશુદ્ધિનો પ્રકર્ષ થતાં ગૃહસ્થ અવસ્થામાં કે અન્ય લિંગમાં પણ કૈવલ્ય અને મુક્તિની વાત જૈન દર્શન માન્ય રાખે છે, તેથી કોઈ નિશ્ચિત ક્રિયા અમુક નિશ્ચિત દિવસે થાય તો જ મુક્તિ મળે એવો આગ્રહ રાખવો યોગ્ય નથી. એ આગ્રહમાં વ્યક્તિના ધર્મપ્રેમને બદલે તેનું અજ્ઞાન, મતાંધતા અને દૃષ્ટિરાગ જ દેખાઈ આવે છે. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી લખે છે કે –
‘સાંવત્સરિક પ્રતિક્રમણની આપણી આરાધનામાં મહત્ત્વની વસ્તુ છે. પશ્ચાત્તાપ, ક્ષમા, સમતા અને ઉપશમરૂપે વ્યક્ત થતી ચિત્તશુદ્ધિ, નહિ કે દિવસ. જેમણે આપણી જેમ કટાસણું પાથરીને “પડિકમણું' (અર્થાત્ પ્રતિક્રમણનું અનુષ્ઠાન) કદી કર્યું નથી હોતું તે - અન્ય લિંગમાં રહેલ આત્માઓ - પણ મુક્ત થાય છે, તો શું એક દિવસ મોડું વહેલું પ્રતિક્રમણ કરનારનો મોક્ષ અટકી જવાનો? .... તિથિના આગ્રહને વળગી રહેવામાં આપણે ભગવાનની આજ્ઞાને નહિ પણ વાસ્તવમાં આપણા અહં-મમને જ વળગી રહ્યા છીએ. દિવસના આગ્રહ કરતાં ઉપશમભાવના પ્રાકટ્ય, પુષ્ટિ અને વૃદ્ધિના આગ્રહમાં જ ભગવાનની આજ્ઞાની આરાધના છે. બાહ્ય અનુષ્ઠાન જુદાં હોય, જુદે દિવસે કે જુદી રીતે થતાં હોય કે પ્રમાણમાં અલ્પ હોય તો આંતરશુદ્ધિ થઈ જ ન શકે, એ વાત જૈન દર્શનને માન્ય નથી. મહત્ત્વ આંતર વિશુદ્ધિનું અને તેને સહાયક અનુષ્ઠાનો તથા જીવનચર્યાનું છે, તે વિનાના બાહ્ય ક્રિયાકલાપની પૂર્ણતાનું નહિ.૨
બાળ અને અજ્ઞાની જીવો તિથિઓના વાંધા કાઢી, જુદા પડી, ‘હું સાચો છું' એમ સિદ્ધ કરવા તકરાર કરે છે. તેઓ નાની નાની બાબતોમાં ભેદ પાડે છે. આવા કદાગ્રહમાં કાંઈ જ હિત નથી. તિથિ, ચાંલ્લા આદિના આગ્રહો એ કાંઈ મોક્ષે જવાનો રસ્તો નથી. જે કોઈ શાસ્ત્રો આવા મહાગ્રહોની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરાવતા હોય તે શાસ્ત્રો મિથ્યા છે. શ્રીમદે તો એટલે સુધી ચેતવ્યા છે કે કોઈ ગચ્છ-મતનું સમર્થન કરતું પુસ્તક પણ હાથમાં ન લેવું, નહીં તો જીવને આગ્રહ વળગી જાય. શ્રીમદ્ કહે ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૮૮
“મારાત્તતો મોક્ષો fમન૮િપ ઘુવઃ |
कदाग्रहं विमुच्येतद्भावनीयं मनस्विना ।।' ૨- મુનિશ્રી અમરેન્દ્રવિજયજી, ‘સાધનાનું હૃદય', પૃ.૨૬-૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org