SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તો તે પર્યાયમાં જ અટકી જાય છે, તે યથાર્થ પુરુષાર્થ નથી કરી શકતો. વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં તેના આશ્રયે કલ્યાણ થતું નથી. શુદ્ધ સ્વભાવના આશ્રયે કલ્યાણ થાય છે. શુદ્ધ સ્વભાવના લક્ષે અશુદ્ધતા ટળે છે, માટે અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં મારો સ્વભાવ શુદ્ધ છે એવો નિર્ણય કરવો આવશ્યક છે. ત્રિકાળી શુદ્ધ સત્તા અને ક્ષણિક વૃત્તિઓ બનેનું જ્ઞાન હશે તો જ કાર્ય થઈ શકશે. બેમાંથી કોઈ એક હોય અને બીજું ન હોય તો કાર્ય કદાપિ થશે નહીં. ત્રિકાળી સત્તાની સભાનતા અને વૃત્તિઓનું દર્શન અને આવશ્યક છે. જીવ જો પોતાના બધા અંતઃકક્ષોથી પરિચિત થશે - પોતાની ત્રિકાળી સત્તા પ્રત્યે પણ સભાન અને પોતાના કર્મભાવો પ્રત્યે પણ જાગૃત - તો તે પરિચય તેને ખૂબ જ આત્મોપકારી નીવડશે. ત્રિકાળી નિર્વિકાર સત્તા અને ક્ષણિક વિકારનું યથાર્થ જ્ઞાન હશે ત્યાં દોષો ટકી નહીં શકે. ત્રિકાળી સત્તાથી વિમુખ જવાથી મલિન વૃત્તિઓ ઉત્પન્ન થઈ છે, તો ત્રિકાળી સત્તાની સન્મુખ થવાથી તેનો ક્ષય થશે. જીવને પોતાના શુદ્ધ, બુદ્ધ, આનંદમય સ્વરૂપની ઓળખાણ થતાં સ્વાધીનતાની ખુમારી પ્રગટે છે. તેને સ્વયંનાં સુખ, શાંતિ, શીતળતાની પ્રતીતિ થાય છે. પર્યાયના અવલોકનથી તેને સમજાય છે કે સ્વરૂપનું વિસ્મરણ કરી પરદ્રવ્ય અને પરભાવમાં ઉપયોગ દોડાવ્યો તો કેટલાં દુઃખ, અશાંતિ, વ્યાકુળતા સર્જાયાં. આવી રીતે નિશ્ચયનય તથા વ્યવહારનય દ્વારા આત્માનું જ્ઞાન કરી શુદ્ધ આનંદઘન સ્વભાવની પ્રાપ્તિ અર્થે અને વર્તમાન અવસ્થામાં રહેલી અશુદ્ધિ ટાળવા અર્થે નિશ્ચયનયનિર્દિષ્ટ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવને લક્ષમાં રાખી સસાધનરૂપ સદ્વ્યવહારની આરાધના કર્તવ્ય છે. નિશ્ચયનયે બતાવેલ આત્મસ્વરૂપને અંતરમાં ધારણ કરીને તે સ્વરૂપના સંપૂર્ણ આવિર્ભાવ અર્થે સવ્યવહારનું સેવન કરવા યોગ્ય છે. જપ-તપાદિ સત્સાધનોનો આશ્રય કરી સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. મોક્ષમાર્ગની આવી સમ્યક્ વ્યવસ્થા છે. નિશ્ચયદષ્ટિપૂર્વક જે જે સત્સાધનો ઉપાસવાનો આદેશ કરવામાં આવ્યો છે, તે પરમાર્થપ્રેરક વ્યવહારને જે જીવ અનુસરે છે તે મોક્ષને પામે છે. નિશ્ચયના લક્ષપૂર્વકનો વ્યવહાર જ મુક્તિસાધક છે. અસ–વૃત્તિથી નિવૃત્ત થવાના લક્ષ્ય વિનાની માત્ર શુદ્ધ સ્વરૂપની, અર્થાત્ નિશ્ચયની વાતો મુક્તિ અપાવી શકતી નથી; તેમજ નિજાત્મસ્વરૂપના લક્ષ્ય વિનાનો એકલો શુભ પ્રવૃત્તિરૂપ વ્યવહાર પણ મુક્તિમાર્ગમાં વિફળ રહે છે; તેથી મુક્તિમાર્ગે પ્રગતિ કરવી હોય તો નિશ્ચય અને વ્યવહાર બન્નેની આવશ્યકતા ઘટે છે. મુક્તિમાર્ગે પ્રગતિ કરવા અર્થે દિશા અને વેગ બને જરૂરી છે. વ્યવહારની ગતિને નિશ્ચય દિશા આપે છે. જીવ ખૂબ ગતિ કરે, પણ જો દિશા અવળી હોય તો તેનું પ્રયોજન સધાતું નથી. વળી, જીવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy