________________
ગાથા-૧૩૧
૧૦૩ છે. સાધ્યની જાગૃતિપૂર્વક ધર્મક્રિયાઓ કરવામાં આવે ત્યારે જ સાચી દિશામાં સાધના થાય છે, ક્રમશઃ શાંતિના માર્ગે આગળ વધાય છે અને અંતે પરમ શાંતિરૂપ થવાય છે. નિશ્ચય-વ્યવહારના સમન્વયપૂર્વક સાધના કરતાં મોક્ષમાર્ગે સરળતાથી આગળ વધી પૂર્ણતા પ્રાપ્ત થાય છે. નિશ્ચય-વ્યવહારનો સમન્વય જ સંસારથી પાર ઉતારે છે. નિશ્ચય અને વ્યવહાર અને સાથે હોય તો જ કલ્યાણકારી છે.
આમ, શ્રીમદે એક જ ગાથામાં શુષ્કજ્ઞાની અને ક્રિયાજડ બન્નેને માર્ગદર્શન આપી યથાર્થ મોક્ષમાર્ગે વાળ્યા છે. એક જ ગાથામાં તેમણે સર્વજ્ઞના હૃદયનો મર્મ પ્રકાશ્યો છે, બધાં શાસ્ત્રોનો સાર આપી દીધો છે. એક જ ગાથામાં તેમણે નિશ્ચય અને વ્યવહાર બન્નેનું મહત્ત્વ સચોટપણે સમજાવી દીધું છે. નિશ્ચયનયથી દરેક આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન છે. તે સ્વરૂપને સાધ્યરૂપે - ધ્યેયરૂપે એક લક્ષે નિર્ધારીને વર્તમાન અશુદ્ધ દશા ટાળવામાં ઉપયોગી એવા સવ્યવહારમાં જે જીવ પ્રવર્તે છે, તેને જ સંપૂર્ણ શુદ્ધ આત્મદશા પ્રાપ્ત થાય છે. નિશ્ચયનયથી આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તે લક્ષમાં રાખી, તેની સન્મુખ દૃષ્ટિ કરી, સત્સાધનો દ્વારા તેને પ્રાપ્ત કરવા જે પુરુષાર્થી થાય છે, તેને પ્રગટ કરવા જે પ્રયત્નશીલ થાય છે, તેને જ તેની પ્રાપ્તિ થાય છે. આમ, એક જ ગાથામાં શ્રીમદે મોક્ષમાર્ગનું રહસ્ય સરળ અને સચોટપણે સમજાવી મુમુક્ષુ જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘નિશ્ચયવાણી સાંભળી, બેસી ઠંડે પેટ; આળસથી એદી બની, બળ ત્યજવું નહીં ઠેઠ. સાધ્ય શુદ્ધ છે એ સુણી, સાધન તજવા નો ય; સાધ્ય સિદ્ધ કરવા ભણી, વિચારી ઊંડું જોય. સિદ્ધ બુદ્ધ પરમાત્મા, સત્તા એહ સમાન; નિશ્ચય રાખી લક્ષમાં, ખોવું કદી ન ભાન. અને શુદ્ધના લક્ષથી, શુદ્ધ દેવ ગુરુ જોય; સમ્યક્ ધર્મ સેવા તણાં, સાધન કરવાં સોય.'
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા પર૧-૫૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org