________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
રહે છે. જો કે જેમ કાંટો હેય છે, તેમ કાંટો નીકળી ગયા પછી સોય પણ હેય જ છે. એ જ રીતે શ્રદ્ધાનામાં તો એમ જ રાખવું કે પુણ્ય પણ હેય જ છે. પાપરૂપી કાંટો જ્યાં સુધી આત્મામાં ભોંકાયેલો છે ત્યાં સુધી પુણ્યરૂપી સોયની જરૂર પડે છે, તેથી શુભ ક્રિયાઓ શુભ ભાવનું કારણ હોવાથી કર્મબંધનું કારણ છે એમ કહી તેનો સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. શુભ ક્રિયાઓ અશુભ ભાવની નિવૃત્તિ અને શુદ્ધ ભાવની પ્રાપ્તિમાં સહાયક હોવાથી તેનો નિષેધ કરવા યોગ્ય નથી.
શુદ્ધોપયોગમાં સ્થિત નથી થવાતું ત્યાં સુધી સ્વરૂપમાં અવિચળ સ્થિરતાનું લક્ષ રાખી શુભ ક્રિયાઓ કરવાની છે. ક્રિયાઓને ચાર પ્રકારમાં વિભાજિત કરી શકાય છે – ૧) અશુભ આસવને આશ્રિત એવી ભોગાભિલાષા સહિત તથા ભોગાદિમાં રમણતારૂપ અશુભ ક્રિયા. ૨) શુભ આસવની અંતર્ગત ભોગાભિલાષા સહિત શુભ ક્રિયા. ૩) શુભ આસવની અંતર્ગત ભોગાભિલાષાથી નિરપેક્ષ કેવળ સ્વરૂપશાંતિની અભિલાષા સહિતની શુભ ક્રિયા. ૪) સાક્ષાત્ શાંતિના વેદન સહિત સ્વરૂપતન્મયતારૂપ શુદ્ધ ક્રિયા.
પહેલી ક્રિયાને અશુભ કે પાપ કહેવામાં આવે છે. બીજી ક્રિયાને પાપાનુબંધી પુણ્યરૂપ શુભ ક્રિયા કહેવામાં આવે છે. ત્રીજી ક્રિયાને પુણ્યાનુબંધી પુણ્યરૂપ શુભ ક્રિયા કહેવામાં આવે છે. ચોથી ક્રિયા શુદ્ધ છે. આ ચાર ક્રિયાઓમાંથી મોક્ષમાર્ગની દૃષ્ટિએ કઈ ક્રિયા હિતાવહ છે તેનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે. પ્રથમની પાપક્રિયા તીવ્ર અશાંતિરૂપ છે. ત્યાં ભોગાભિલાષાની સાથે ભોગવવાની વ્યગ્રતાનું સ્પષ્ટ વેદન હોય છે. તે સર્વથા હેય છે. બીજી ક્રિયામાં ભોગાભિલાષા સંબંધી રાગ-દ્વેષાદિ છે, તેથી તે પણ હેય છે. ત્રીજી ક્રિયામાં ભોગાભિલાષાનો તેમજ ભોગની વ્યગ્રતાનો અભાવ છે. તે ક્રિયા મોક્ષાભિલાષા સહિત થતી હોવાથી અને આત્મપ્રાપ્તિમાં સહાયક થતી હોવાથી કથંચિતું ઉપાદેય છે. જો કે તે પુણ્યબંધનું કારણ હોવાથી કથંચિત્ હેય પણ છે. ચોથી ક્રિયામાં સર્વથા શાંતિ છે. તે પૂર્ણ શાંતિરૂપ હોવાથી પૂર્ણપણે ઉપાદેય છે. તે કોઈ પણ પ્રકારે આસવરૂપ નથી, પણ સંવર-નિર્જરારૂપ છે, તેથી તે સર્વથા ઉપાદેય છે. જ્યાં સુધી આ ક્રિયા નથી થતી, અર્થાત્ શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી ત્રીજા પ્રકારની ક્રિયા, અર્થાત્ સ્વરૂપલક્ષે શુભ ક્રિયાઓ કરવી પ્રયોજનભૂત છે
અહીં એક વાત સ્પષ્ટ છે કે અશુભ ભાવ તીવ્ર કષાય છે અને શુભ ભાવ મંદ કષાય છે, તેથી તે બને હેય છે. શુભ ભાવને પણ કષાયની કક્ષામાં જ મૂકવામાં આવે છે. ભલે તે રાગને પ્રશસ્ત' વિશેષણ લગાડવામાં આવે તો પણ તે કષાયની કક્ષામાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org