________________
૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
- ભવ્ય જીવોમાં મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા છે, પણ જેમનામાં એ યોગ્યતા હોય તે બધા મોક્ષે જાય જ છે એમ પણ નથી. ભવ્યનો મોક્ષ થાય છે, પરંતુ બધા ભવ્ય સંસારપરિભ્રમણથી છૂટે જ છે એવું નથી. બધા ભવ્ય મુક્ત થાય જ છે એવો એકાંત નથી. એવા ઘણા ભવ્યો છે જેઓ મોક્ષે જઈ શકતા નથી. તેમનામાં ભવ્યત્વ હોવા છતાં તેઓ મોક્ષે જઈ શકતા નથી. જે ભવ્ય જીવોને મુક્ત થવાની સંપૂર્ણ સામગ્રી મળે છે તે જ ભવ્ય જીવ મોક્ષે જાય છે. જે ભવ્ય જીવોમાં યોગ્યતાનો અભાવ નથી, પણ તેમને કારણસામગ્રીનો અભાવ હોવાથી તેઓ મોક્ષે જઈ શકતા નથી.
અત્રે પ્રશ્ન થાય કે કેટલાક ભવ્યો મોક્ષે જશે જ નહીં તો પછી તેમનામાં રહેલા ભવ્યત્વનું ફળ શું? તો પછી તેમનું ભવ્યત્વ નિષ્ફળ જ જાયને? તેઓ મોક્ષે કદાપિ ન જાય તો તેમને અભવ્ય જ કેમ ન કહેવાય? ભવ્ય હોવા છતાં પણ જો મોક્ષે ન જાય તો તેમને ભવ્ય કહેવાનો અર્થ શું? તેમને અભવ્ય જ કહીએ તો શું ખોટું છે? ભવ્યોનો અનંતમો ભાગ જ મુક્ત થઈ શકે છે, અર્થાત્ કેટલાક ભવ્યો એવા પણ છે જે કદી સિદ્ધ નહીં થાય; તો પછી તેમને અભવ્ય જ કહેવા જોઈએ, ભવ્ય શા માટે કહેવા?
આ કથન બરાબર નથી. ભવ્યનો અર્થ થાય છે મોક્ષગમનને યોગ્ય. મોક્ષે જવા યોગ્ય જે જીવ હોય છે તેને ભવ્ય જીવ કહેવાય છે. ભવ્ય એટલે મોક્ષે જાય જ એવો અર્થ નથી થતો, પરંતુ મોક્ષે જવા યોગ્ય એવો અર્થ થાય છે. મોક્ષે જવાની યોગ્યતા ભવ્યમાં છે, અભવ્યમાં તો છે જ નહીં. અભવ્યને બાહ્ય મોક્ષસામગ્રી મળે તોપણ યોગ્યતાના અભાવના કારણે તેને મોક્ષ મળી શકતો નથી. આના ઉપરથી ખ્યાલ આવે છે કે ભવ્યમાં યોગ્યતા છે, પરંતુ યોગ્યતા હોવા માત્રથી તે મોક્ષે જશે જ એવો કોઈ નિયમ નથી.
જેમ બીજને ઊગવા માટે હવા, પાણી, તાપ, જમીન આદિ યોગ્ય સામગ્રીઓ જરૂરી છે. આ સહયોગી કારણો મળે તો તે બીજ પોતાની યોગ્યતા પ્રમાણે ફળીભૂત થાય છે. એ જ પ્રમાણે ભવ્ય જીવોને મોક્ષે જવા યોગ્ય સહકારી કારણો મળે તો જ તે મોક્ષે જાય છે. તેમનામાં યોગ્યતા પડેલી હોવા છતાં પણ જો સહકારી કારણોનો અભાવ હોય તો તેમનો મોક્ષ નથી થતો. આથી ભવ્ય જીવોનો મોક્ષ ન થવામાં કારણભૂત યોગ્યતાનો અભાવ નથી પણ સામગ્રીનો અભાવ છે. મોક્ષે ન જાય એથી કંઈ તેઓ અભવ્ય નથી થઈ જતા. જેમ એક કન્યામાં માતા થવાની યોગ્યતા પડેલી છે, પરંતુ તેનું લગ્ન જ ન થાય તો તે માતા નથી થતી. માતા ન બને એટલે કંઈ તેને વંધ્યા ન કહી શકાય. જે માતા થવાની યોગ્યતા નથી ધરાવતી તેને જ વંધ્યા કહેવાય. તેમ જ ભવ્ય જીવો મોક્ષે ન જાય તેમને અભવ્ય કહેવાતા નથી. મોક્ષે ન જવાથી ભવ્ય જીવોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org