________________
૫૩
ગાથા-૮૯ તો અનુક્રમે કર્મનો સંબંધ સર્વથા છૂટી શકે છે.
સંબંધ બે પ્રકારના છે - સમવાય સંબંધ અને સંયોગ સંબંધ. આત્મા અને તેનો જ્ઞાન ગુણ; સુવર્ણ અને તેનો પીતત્વ ગુણ એ સમવાય સંબંધ કહેવાય. સમવાય સંબંધ અનાદિ-અનંત સંબંધ છે. જીવ અને કર્મનો અથવા સુવર્ણ અને માટીનો સંબંધ સંયોગ સંબંધ છે અને તે અનાદિ-સાંત હોય છે, અર્થાત્ અનાદિથી એ સંબંધ હોવા છતાં પણ તેનો અંત થઈ શકે છે. કર્મ બાંધવાં, છોડવાં, વળી બાંધવાં વગેરે જે પ્રક્રિયા અનાદિ કાળથી ચાલતી આવે છે, તે પ્રક્રિયા બંધ પડતાં આત્માનો મોક્ષ થાય છે.
અનાદિ કાળની કર્મશૃંખલા અનંત કાળ સુધી ચાલતી જ રહે છે એવું લાગે છે, પરંતુ શૃંખલાનો એવો નિયમ નથી કે જે અનાદિકાલીન હોય તે અનંત કાળ પર્યત રહેવી જ જોઈએ; કેમ કે શૃંખલા સંયોગથી બને છે અને સંયોગનો વિયોગ થઈ શકે છે. જો તે વિયોગ અંશતઃ હોય તો તે શૃંખલા ચાલુ રહે છે, પણ જ્યારે તેનો આત્યંતિક વિયોગ થઈ જાય છે ત્યારે શુંખલા તૂટી જાય છે. કર્મશૃંખલા બળવાન કારણ દ્વારા તૂટી શકે છે. જીવના સત્ય પુરુષાર્થ દ્વારા કર્મશૃંખલા મૂળમાંથી નષ્ટ થઈ શકે છે.
આમ, જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે તેનો અર્થ એ છે કે પરંપરાથી તે અનાદિ છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ નવાં નવાં કર્મ ગ્રહણ કરે છે, પરંતુ ક્યારે પણ તે કર્મ વિનાનો હોતો નથી. પૂર્વવાસનાના નિમિત્તે નવા કર્મની ઉત્પત્તિ થાય છે અને કર્મ બંધાયા પછી પાછી નવી વાસના ઉત્પન્ન થાય છે. એ વાસના વળી નવું કર્મ ઉત્પન્ન કરે છે. એમ બીજ-અંકુરની જેમ જીવ સાથે કર્મ અનાદિથી છે. અનાદિ અજ્ઞાનના કારણે, અનાત્મમાં જે આત્મબુદ્ધિ છે તેના કારણે બાહ્ય વિષયોની તૃષ્ણા જન્મે છે અને તેથી કર્મ બંધાતાં રહે છે અને સંસારપરંપરા ચાલુ રહે છે. અજ્ઞાનનો નિરોધ થઈ જાય તો તૃષ્ણા માટે કોઈ અવકાશ રહેતો નથી અને તેથી નવું બંધન થતું નથી, જૂનું બંધન કપાતું જાય છે અને સંસારના મૂળમાં કુઠારાઘાત થવાથી સંસાર વિનષ્ટ થઈ જાય છે.
વંશપરંપરા અનાદિ છે, અર્થાત્ મનુષ્યના પિતા, પિતામહ વગેરે પેઢીઓ ગણતાં તેનો કોઈ આદિ હોતો નથી. તે છતાં જો કોઈ મનુષ્ય બાળબહ્મચારી રહે અથવા નિર્વશ મરી જાય તો અનાદિ વંશપરંપરા તૂટી જાય છે. અનેક પેઢીઓથી ચાલી આવતી વંશપરંપરામાં કોઈ મનુષ્ય દીક્ષા લઈ લે, લગ્ન ન કરે તો તે વંશપરંપરા અટકી જાય છે, તેમ આત્મા કર્મોને આવતાં અટકાવી દે અને પ્રબળ નિર્જરા કરે તો બધાં કર્મોનો નાશ થઈ જાય છે.
જીવ અને કર્મનો પરસ્પર અનાદિ સંયોગ સિદ્ધ છે, પણ જેમ અગ્નિથી સુવર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org