________________
ગાથા-૧૨૭
૭૭૭
સમજણ થઈ. આપે કરાવેલ તત્ત્વશ્રદ્ધાથી અંતર્મુખી પુરુષાર્થ પ્રગટ્યો અને દેહથી ભિન્ન એવા નિજાત્માનો અનુભવ થયો. આપના અસીમ અનુગ્રહથી આપે દર્શાવેલ સ્વભાવ મારી પર્યાયમાં સાકાર થયો. આપે જેવો એકત્વ-વિભક્ત આત્મા બતાવ્યો, તેવો શુદ્ધાત્મા આપના પ્રતાપે મને પ્રાપ્ત થયો, તેથી ફરી ફરી હું આપનો ઉપકાર માનું છું. આપના આ ઉપકારનું સ્મરણ કરીને હું આપને ફરી ફરી નમસ્કાર કરું છું.'
શ્રીગુરુનો એ અચિંત્ય પરમ અદ્ભુત ઉપકાર છે કે તેમણે અનુભવેલ શુદ્ધાત્મસ્વરૂપના જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણો શિષ્યમાં પણ પ્રગટે એવા કરુણામંડિત શુભાશયથી એ પ્રગટાવવાનાં ગૂઢ રહસ્યો સહજમાત્રમાં તેમણે સુશિષ્યને બતાવ્યાં. તેમણે સુશિષ્યને જસ્થાનક સમજાવીને મ્યાનથી તલવાર જેમ ભિન્ન છે, તેમ દેહાદિથી ભિન્ન આત્મા બતાવ્યો. આ તેમનો અમાપ ઉપકાર છે. શ્રીગુરુના આ અનહદ ઉપકાર વિષે ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે –
જીવને ધર્મની શરૂઆત સંવરથી થાય છે. તેમાં પ્રથમ સંવર તે સમ્યગદર્શન – બોધિબીજ, સમ્યગદર્શન આવે તો જ અનાદિના આદ્મવરૂપ મિથ્યાત્વ જાય. જ્યાં સુધી મિથ્યાત્વ પડ્યું છે ત્યાં સુધી ધર્મયાત્રા શરૂ થતી નથી....... છયે પદની વિશદ વ્યાખ્યા કરવાની સાથે શિષ્યને આંગળી પકડી ધર્મપથ પર મૂકી દીધો કે જેથી તેનો વિકાસ હવે વધતો ચાલશે. મિથ્યાત્વ આસ્રવ જેનો રોકાય અને સમકિત સંવર જેને થાય તેના આત્મપરિણામોમાં એવી જબરદસ્ત તાકાત પેદા થાય કે એ ભવે જ મુક્તિ લઈ લે. અને કદાચ પરિણામોની હાનિ-વૃદ્ધિ થયા કરતી હોય તો પણ એ જીવનો મોક્ષ તો નિશ્ચિત જ.૧
પરમોપકારી શ્રીગુરુએ આત્માનું જે સમ્યક્ સ્વરૂપ બતાવ્યું હતું તે અનુભવમાં લેતાં સુશિષ્ય જગતની સૌથી મહત્ત્વપૂર્ણ અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત કરી લીધી. સુશિષ્યના આત્મામાં આનંદરસની અપૂર્વ ધારા ઉલ્લતી. તેને નિરપેક્ષ, નિર્ભેળ, નિષ્કારણ આનંદની પ્રાપ્તિ થઈ. પોતાના શુદ્ધ સ્વરૂપ સાથે જોડાતાં તે કોઈ અપેક્ષા વિના, કોઈના આધાર વિના, કોઈની સહાયતા વિના, કોઈ ઉપર નિર્ભર રહ્યા વિના આનંદિત થયો. પૂર્વે કદી નહીં અનુભવાયેલી એવી ગંભીર શાંતિ પ્રગટી, કષાયભાવ છૂટતાં અકષાયી શાંતિ પ્રગટી, આત્માનો અનુભવ થતાં દુ:ખ ગયું અને સુખ પ્રાપ્ત થયું, અશાંતિ શમી અને શાંતિ મળી, સંસારભાવ વિલીન થયો અને મોક્ષભાવ પ્રગટ્યો. આત્માની પરિણતિ સંસારથી છૂટીને ઝડપથી મોક્ષપુરી તરફ ચાલવા માંડી. હવે તે ભવવનમાં ભૂલો નહીં પડે. સમ્યગ્દર્શન પામીને તેનું જીવન ધન્ય બની ગયું.
સમ્યગ્દર્શનને શ્રાવણ માસની - વર્ષાઋતુની ઉપમા આપીને કવિ ભૂધરદાસજી ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, હું આત્મા છું', ભાગ-૩, પૃ.૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org