________________
૭૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અજ્ઞાનનો નાશ કરવા હું કટિબદ્ધ થયો છું અને મને શ્રદ્ધા છે કે આ દાસ ઉપર નિરંતર વરસતી આપની મહત્ કૃપાના ફળરૂપે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયને પૂર્ણપણે આરાધી, ત્રણ લોકના નાથ સમાન મારું અવ્યાબાધ સહજાત્મસ્વરૂપ હું શીઘ્રમેવ પ્રગટાવી શકીશ.
હે કૃપામૃતસિંધુ! આપની સાથે કેવળ એકરૂપતા થતાં સુધી હું આપનો પરમ વિનયવંત દીન પૂજક રહું તેવા આ દાસને આશીર્વાદ આપશોજી. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘આ દેહાદિ આજથી, સદાકાળ થઈ શુદ્ધ; સર્વાર્પણ સદ્ વૃત્તિથી, વર્તી રહી અવિરુદ્ધ. આત્માનો પરિણામ જે, (તે) વર્તે પ્રભુ આધીન; તે મહાલક્ષ વિલોકતાં, થાવું કદી ન દીન. સેવક જે તુજ ચરણનો, કિંકર બાળક બાપ; દાસ, દાસ હું દાસ છું, સદ્ગુણ આપ અમાપ. પરમ ઇષ્ટ વલ્લભ મને, આપથી કરો અભિન્ન; દાસ દાસ હું દાસ છું, તેહ-આપ પ્રભુનો દીન.'
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૦૧–૫૦૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org