________________
ગાથા-૧૨૬
૭૬૧ વૃત્તિનું નિયંત્રણ થાય છે, મનની મનસ્વિતા કાબૂમાં આવે છે, સંયમ પુષ્ટ થાય છે, માનાદિ ભયંકર શત્રુઓ હણાતા જાય છે, દેહાધ્યાસનો પ્રભાવ ઓછો થાય છે, ન કલ્પલાં કાર્યો કરવાની શક્તિ પ્રગટે છે, શાંતિ અનુભવાય છે. આજ્ઞાપાલનમાં ચિત્તને સ્થિર રાખતાં તેને અન્યત્ર જવાનો અવકાશ નથી મળતો, તેથી સાંસારિક વિકલ્પો અટકી જાય છે. આજ્ઞાપાલનથી સંસાર સંબંધીના વિકલ્પો દૂર થતાં જીવ અંતર પ્રતિ આગળ ધપે છે. કૃપાસિંધુ એવા ગુરુની આજ્ઞાના પાલન દ્વારા સત્પાત્રતાવાન શિષ્યની વૃત્તિઓ સમસ્ત સંસારમાંથી સમેટાઈ જઈ ભીતર તરફ વળે છે.
સદ્ગુરુની આજ્ઞાનો આવો મહિમા હોવાથી સુપાત્ર જીવ સદ્ગુરુની આજ્ઞાનું અખિન્નપણે આરાધન કરે છે. તે શ્રીગુરુની આજ્ઞાને ધ્યાનમાં રાખી પોતાનાં પરિણામ તપાસતો રહે છે. દરેક કાર્યમાં હું કેમ વર્તે તો શ્રીગુરુને રુચે?' એમ વિચારી આત્માની પરિણતિ તે મુજબ કરે છે. તે વિચારે છે કે “આવી પરિસ્થિતિમાં હું કઈ રીતે વર્તીશ તો શ્રીગુરુને ગમશે?' “આ સમયે મારું કર્તવ્ય શું છે?' “આ સમયે શ્રીગુરુની મારા માટે શું ઇચ્છા હશે?' શ્રીગુરુની ઇચ્છા અંગેની વિચારણા થતાં તેની મનોસ્થિતિ તરત બદલાઈ જાય છે. “જે હું હાલ કરી રહ્યો છું તે શ્રીગુરુની ઇચ્છા અનુસાર હશે કે કેમ?' એટલો વિચાર થતાવેંત વર્તમાન કાર્યાદિમાં વિવેક અને સંયમ ઉમેરાઈ જાય છે. આથી વિપરીત, જે આચરણ વખતે શ્રીગુરુની ઇચ્છા - આજ્ઞાની વિચારણા નથી, તે આચરણથી તેની દશા અધોગામી બને છે. સુપાત્ર શિષ્ય હંમેશાં શ્રીગુરુની ઇચ્છા અનુસાર વર્તવાની રુચિ, જાગૃતિ રાખે છે. તે શ્રીગુરુની ઇચ્છા અનુસાર જીવી પોતાના આત્માનું દિન-પ્રતિદિન કલ્યાણ કરતો જાય છે. શ્રીગુરુની આજ્ઞાનું સેવન કરી તે પોતાની દશા વર્ધમાન કરતો જાય છે. દેહાદિ શ્રીગુરુને આધીન પ્રવર્તાવી તે આગળ વધતો જાય છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
“મન-વચન-કાયાના યોગ અને જગતમાં જે કંઈ પરિગ્રહાદિ મ્હારું ગણાય છે, તે સર્વ સદ્ગુરુ પ્રભુને આધીન વત્તે! હું આપ સગુરુ પ્રભુનો દાસાનુદાસ છું, દીન દાસ છું, ચરણરેણું છું – આમ આત્મનિવેદન કરતો શિષ્ય કેવી આત્મસમર્પણ ભાવના ભાવે, તેનું દર્શન કરાવતું આ મહાન આત્મસમર્પણ સૂત્ર આત્મસિદ્ધિશાસ્ત્રમાં આપ્યું છે. સદ્ગુરુના અનન્ય ઉપકારની અદ્ભુત ભાવના વ્યક્ત કરતા આ પરમ ભાવવાહી અમર સૂત્રની ભાવમાં બરોબરી કરી શકે એવું (તેવું) સમસ્ત વાડમયમાં બીજું સૂત્ર પ્રાયે મળવું દુર્લભ છે.'
શિષ્ય શ્રીગુરુને કહે છે કે હે પ્રભુ! હું આપનો દાસ છું, દાસ છું, દાસ છું. હું આપનો દીન દાસ છું.' શિષ્યને સગુરુ પ્રત્યે અપૂર્વ અહોભાવ વર્તે છે. તેને સદ્ગુરુ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૪૮૮-૪૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org