________________
૭૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આવે છે. તેઓશ્રીનાં વિશિષ્ટ જ્ઞાન, વૈરાગ્ય આદિ અનેક અદ્ભુત ગુણોની સ્મૃતિ તેને રહ્યા કરે છે.
જેને ભક્તિ પ્રગટે છે તેને નિજછંદે ચાલવાની વૃત્તિ રહેતી નથી. તેને સદ્ગુરુના અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થયા હોવાથી સ્વચ્છંદનો નિરોધ થાય છે. સ્વચ્છંદના કારણે જીવને હું જાણું છું', 'હું સમજું છું' એવા પ્રકારનું અભિમાન રહ્યા કરે છે, થોડું પણ શાસ્ત્રજ્ઞાન હોય તે દર્શાવવાની ઇચ્છા રહ્યા કરે છે. તે પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીનાં વચનનું તોલન કરે છે. જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. ભક્તિ જાગતાં આ સર્વ ભાવો નાશ પામે છે. ભક્તિ પ્રગટ થતાં સ્વચ્છેદ હટી જાય છે. જીવા ઉપર પહેલાં સ્વચ્છંદનું ચલણ ચાલતું હતું, તેને બદલે હવે ભક્તિ પ્રગટવાથી સદ્ગુરુની આજ્ઞાનું ચલણ ચાલે છે.
આત્મસ્વભાવ પ્રગટ કરી શકે એવું સામર્થ્ય ભક્તિમાં છે. ભક્તિથી દર્શનમોહનો રસ ઘટે છે અને તેથી સ્વભાવને પ્રગટવા યોગ્ય ભૂમિકા તૈયાર થાય છે. જેમણે દર્શનમોહનો અભાવ કર્યો છે એવા નિર્મોહી સદ્ગુરુનો મહિમા ચિંતવવાથી, તેમના ગુણોનો મહિમા કરવાથી દર્શનમોહનો રસ ઘટતો જાય છે. નિર્મોહી પુરુષ પ્રત્યે ભક્તિ જાગવાથી દર્શનમોહનો અભાવ કરવા તરફ ભક્તનું પ્રયાણ શરૂ થાય છે. યથાર્થ ભક્તિથી દર્શનમોહ નાશ પામે છે અને આત્મબોધ થાય છે.
શ્રીમદે સર્વ પ્રકારની ભક્તિને યોગ્ય એવા જ્ઞાની ભગવંતોને તો વંદન કર્યા જ છે, પણ આત્મિક ફળ દેવાવાળી આવી ઉત્કૃષ્ટ ભક્તિને પણ શ્રીમદે નમસ્કાર કર્યા છે કે “તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!"
| શિષ્યને શ્રીગુરુ પ્રત્યેની ભક્તિથી શ્રીગુરુની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે છે, તેમના અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થવાથી સ્વચ્છંદ મટે છે અને સહેજે આત્મબોધ થાય છે. આત્મા પ્રગટ થતાં તે સુખ, શાંતિ અને સલામતીનો અનુભવ કરે છે. શિષ્ય જાણે છે કે આવી ભૂમિકા આવવી એ શ્રીગુરુની અપાર કૃપાનું જ ફળ છે. શ્રીગુરુની કોઈ પણ સ્પૃહા વિનાની કરુણાના પ્રતાપે જ પોતાનો ઉદ્ધાર થયો છે. શ્રીગુરુના પરમ સામર્થ્યવંત શરણ દ્વારા જ પોતાને આત્માની ઉપલબ્ધિ થઈ છે. શ્રી ગુરુ દ્વારા આત્મપ્રાપ્તિ થઈ હોવાથી તેને સદ્ગુરુ પ્રત્યે અત્યંત આભારની લાગણી થઈ આવે છે, તે કૃતજ્ઞતાનો અનુભવ કરે છે. આમ, તેને સાધનામાર્ગની યથાર્થ સમજ આપનાર શ્રીગુરુનો અનુગ્રહ અંતરમાં સતત વેદાય છે.
શ્રીગુરુનો અમાપ ઉપકાર વેદાયો હોવાથી શિષ્યને પ્રત્યુપકારરૂપે તેમના ચરણમાં ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૫ (પત્રાંક-૪૯૩, છ પદનો પત્ર')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org