________________
ગાથા-૧૨૪
૭૩૧
હર્ષ-શોકજન્ય પ્રસંગમાં પણ જેમના સમભાવની અભૂતપૂર્વ ધારા અખ્ખલિતપણે વહેતી રહે છે એવા આપને હૃદયની ભાવભીની ભક્તિથી વંદના હો!
હે પ્રભુ! આપ તો અસંગ છો, ચૈતન્યમાં લીન છો; છતાં પણ પરમ કારુણ્યવૃત્તિથી મારું કલ્યાણ કરવા, મારો ઉદ્ધાર કરવા આપે અનંત કૃપા કરી આપની અંતરંગ દશાનું મને દર્શન કરાવ્યું. મારા આત્મવિકાસનો પંથ મને સુરેખપણે દોરી બતાવ્યો. આપે મને પ્રેમથી, વાત્સલ્યથી, મૃદુતાથી, ધૈર્યથી અમૂલ્ય બોધ આપ્યો. દૂરસુદૂર ભાગતી મારી ચેતનાનું આપ સમર્થ પ્રભુએ સમીપીકરણ કર્યું. આપના અપ્રતિમ ચૈતન્યના પ્રબળ ધક્કાથી, આપે પ્રેરેલ ઉત્સાહ અને શૂરવીરતાથી બહિર્મુખ એવો હું અંતર્મુખ થયો. ગગન જેવા અસીમ સ્વરૂપમાં વિહરનાર, બાહ્યભાવનિરપેક્ષ એવા આપના ગુણાતિશયપણાથી, સમ્યફચારિત્રથી, પરમ જ્ઞાનથી, પરમ શાંતિથી, પરમ નિવૃત્તિથી મારી અશુભ વૃત્તિઓ પરાવર્તિત થઈ, શુભ ભાવને પામી અંતે સ્વરૂપ તરફ વળી. આપે મને આત્મજ્ઞાન પમાડી, ઉચ્ચ દશાએ લાવી મારા ઉપર અલૌકિક, આશ્ચર્યકારક, અદ્ભુત ઉપકાર કર્યો છે. અહો! પડવાના ભયંકર સ્થાનકે મને સાવચેત કરી, તથારૂપ સામર્થ્ય બક્ષી, આ દાસનો આત્મમહેલ રચવામાં આપ અચિંત્ય, અકથ્ય, અવર્ણનીય આલંબનરૂપ બન્યા છો. આપની આ અપરંપાર કૃપા યાદ આવતાં રોમાંચિત થઈ જવાય છે. અહો! અહો! શું એ ઉપકાર!! અહો! અહો! ધન્ય એ ઉપકાર!!! આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
અહો! અહો! શ્રી સદ્ગુરુ, આ અપૂર્વ શુભ જ્ઞાન; શોભા અપરંપાર છે! જોતાં આવ્યું ભાન. અચરિજકારી આપ છો, કરુણાસિંધુ અપાર;
સ્વયંભૂરમણ સમુદ્રથી, અધિક દયા ભંડાર. નિષ્કારણ પરમાર્થને, સમજાવી સાક્ષાત્,
આ પામર પર પ્રભુ કર્યો, ભાવકૃપા વરસાત. પતિત હું પાવન થયો, આશ્રય પામી સાર; પથ્થર નવપલ્લવ કર્યો, અહો! અહો! ઉપકાર.'૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૫ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૪૯૩-૪૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org