________________
ગાથા-૧૨૪
૭૨૩
પરિચય કરી, તેમનું અવલંબન લઈ તે રૂ૫ થવાની ભાવના ભાવે છે. જેમ દ્રૌપદીના ચીરહરણનું ચિત્ર જોતાં સહાનુભૂતિનો, ઝાંસીની રાણીનું ચિત્ર જોતાં શૌર્યનો, દુશ્મનને જોતાં શત્રુતાનો, કામિનીને જોતાં કામનો, નિર્દોષ બાળકને જોતાં વાત્સલ્યનો ભાવ વિના પ્રયાસે ફુરી આવે છે; તેમ સદ્ગુરુની શાંત મૂર્તિને નીરખતાં અંતરમાં શાંત ભાવનું સહેજે ફુરણ થાય છે. આમ, જીવ શાંતતાની મૂર્તિ એવા સદ્દગુરુનો પરિચય કરી, તેમનામાંથી પ્રેરણા મેળવી, પ્રબળ પુરુષાર્થથી પોતાનું શાંત સ્વરૂપ પ્રગટાવી શકે છે. સદ્ગુરુની અદ્ભુત દશાનું અવલંબન લેતાં તેને ઉત્તમોત્તમ ફળ પ્રાપ્ત થાય છે.
જેઓ સર્વ અજ્ઞાનનો નાશ કરી સર્વ ભયથી મુક્ત થયા છે, જેઓ જીવન્મુક્ત બની વિચારી રહ્યા છે, જેમની વિદેહી દશા તેમની વીતરાગી મુખમુદ્રામાં ઝળહળી રહી છે, જેમણે દેહધારીપણું વિસારી અશરીરી ભાવપણે આત્મસ્થિતિ પ્રગટાવી છે એવા પરમપ્રેમમૂર્તિ, આનંદમૂર્તિ, ચૈતન્યમૂર્તિ એવા શ્રીગુરુની દશા અવર્ણનીય છે. પ્રચુર આનંદની સાક્ષાત્ અમીમય મૂર્તિની શોભા વર્ણવવા સર્વ ભાષા અપૂર્ણ નીવડે છે. શ્રીગુરુની શાંત, વીતરાગસ્વરૂપ, જ્ઞાનસ્થિરતારૂપ અદ્ભુત દશાનું વર્ણન શબ્દાતીત હોવાથી શિષ્યના મુખમાંથી માત્ર “અહો! અહો!' ના આશ્ચર્યોદ્ગાર સરી પડે છે. સદ્ગુરુની દશાની પ્રશંસા કરતાં તે “અહો! અહો!' બોલી ઊઠે છે. શ્રીમદ્ જ્ઞાનીનો મહિમા ગાતાં લખે છે –
અહો ચેતના અહો તેનું સામર્થ્ય! અહો જ્ઞાની! અહો તેની ગવષેણા! અહો તેમનું ધ્યાન! અહો તેમની સમાધિ! અહો તેમનો સંયમ! અહો તેમનો અપ્રમત્તા સ્વભાવ! અહો તેમની પરમ જાગૃતિ! અહો તેમનો વીતરાગ સ્વભાવ! અહો તેમનું નિરાવરણ જ્ઞાન! અહો તેમના યોગની શાંતિ! અહો તેમના વચનાદિ યોગનો ઉદય!'
‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં પણ આવે છે કે વૃક્ષ નીચે ધ્યાનમુદ્રામાં વિરાજતા શ્રી અનાથી મુનિને જોઈને, તેમનાથી અત્યંત પ્રભાવિત થયેલા રાજા શ્રેણિક બોલી ઊઠે છે - “અહો વર્ણ! અહો રૂપ! અહો આર્યની સૌમ્યતા! અહો ક્ષમા! અહો નિર્લોભતા! અહો ભોગની અસંગતા!' મુનિની આવી મુદ્રા જોઈને રાજા શ્રેણિકના મુખેથી “અહો! અહો!' એવા ઉદ્ગારો સ્વતઃ સરી પડે છે. ૨ ૧- શ્રીમદ્ રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૨૧ (હાથનોંધ-૨, ૧૧) ૨- જુઓ : ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર', અધ્યયન ૨૦, ગાથા ૬
‘૩ો! વળો! ૩ણો! !, ગણો! મન્નસ સોમવા! |
૩ો! યંતી! ગો! મુત્તી!, ગરો! મો સંયા! I' નોંધ : શ્રી અનાથી મુનિના ચરિત્ર માટે જુઓ - ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૦-૬૩ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૫,૬,૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org