________________
ગાથા – ૧૨૪
A ગાથા ૧૨૩માં સુશિષ્ય જણાવ્યું કે જીવની પૂર્ણ શુદ્ધ દશાને મોક્ષ કહે છે [25] અને તે શુદ્ધતા જે રીતે પમાય તે મોક્ષનો ઉપાય છે, મોક્ષમાર્ગ છે; નિર્મથનો આ સંપૂર્ણ માર્ગ શ્રીગુરુએ કૃપા કરીને સંક્ષેપમાં સમજાવ્યો છે. આમ, ગાથા ૧૨૩માં સુશિષ્ય, “મોક્ષ છે' અને મોક્ષનો ઉપાય છેએવાં આત્માના અંતિમ બે પદની પોતાને થયેલી પ્રતીતિ, પોતાનો અનુભવયુક્ત અભિપ્રાય દર્શાવ્યો છે.
આમ, સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરાવનાર એવાં આત્માનાં છ પદની સંક્ષિપ્ત વ્યાખ્યા શ્રીમદે શિષ્યના મુખે ગાથા ૧૧૯ થી ૧૨૩માં આપી છે. આ ગાથાઓમાં છ પદની સમજણનો સાર, શિષ્ય પોતાનો સ્વાનુભવ વ્યક્ત કરતો હોય તેવા સ્વરૂપે શ્રીમદે આપ્યો છે. હવે ગાથા ૧૨૪ થી ૧૨૭માં શ્રીગુરુએ મોક્ષમાર્ગ બતાવવારૂપ જે કરુણા કરી તે અર્થે તેઓ પ્રતિ અત્યંત ઉલ્લાસપૂર્વક કૃતજ્ઞતાનો ભાવ સુશિષ્ય દર્શાવ્યો છે. આ ચાર ગાથાઓમાં પોતાને ઉપકારી શ્રીગુરુ પ્રત્યેનો અહોભાવ તથા ભક્તિરસનો અખ્ખલિત પ્રવાહ પૂર્ણ વેગથી વહેતો હોય એમ સ્પષ્ટ દેખાય છે. સ્વાનુભવથી થયેલ આનંદનો સુંદર આવિર્ભાવ તથા શ્રીગુરુના ચરણે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી, તેમની જ આજ્ઞાએ વર્તવાની તીવ્ર ઉત્કંઠા તેમજ યથાર્થ પુરુષાર્થ ઉપાડી પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરવાનો ઉચ્ચ મનોરથ પણ તેમાં દેખાય છે. ઉપર્યુક્ત ભાવોને વ્યક્ત કરવા જે શબ્દરચના શ્રીમદે કરી છે, તેનું અર્થગાંભીર્ય ખૂબ ઊંડું છે. સમર્પણભાવ વ્યક્ત કરતી આ ચાર ગાથાઓ વિશેષતાથી સમજવા યોગ્ય છે. તેમાંની પ્રથમ ગાથામાં સુશિષ્ય કહે છે –
“અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; | ગાથા,
આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો! ઉપકાર.' (૧૯૨૪) ના અહો! અહો! કરુણાના અપાર સમુદ્રસ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરુ,
આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. (૧૨૪) ૧- જેમ પ્રકૃતિમાં નિમગ્ન એવા કોકિલના આનંદની અભિવ્યક્તિ કરતો ટહુકાર અન્ય જનોને પણ પ્રસન્નતાનું નિમિત્ત બને છે, તેમ અહીં સુશિષ્ય શ્રીગુરુના ગુણોમાં નિમગ્ન બની સમર્પણભાવથી રબોળ બન્યો છે અને તેની આ અભિવ્યક્તિ અન્ય જનોને સમર્પણભાવનું નિમિત્ત બને છે. માટે જ સમર્પણભાવ વ્યક્ત કરતી આ ચાર ગાથાઓનું શ્રીમન્ના ભક્તોમાં વિશિષ્ટ મહત્ત્વ છે અને આ ચાર ગાથાઓ પ્રણિપાત સ્તુતિ તરીકે તેમના દૈનિક નિત્યક્રમમાં સ્થાન ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org