________________
ગાથા-૧૨૩
૭૦૭ છે. કોઈ પણ દ્રવ્યનાં ગુણ-પર્યાય કદી પણ કોઈ અન્ય દ્રવ્યના આધારે નથી હોતાં. દરેકે દરેક દ્રવ્ય પોતે પોતાથી અસ્તિરૂપ છે અને પરથી નાસ્તિરૂપ છે. પરની પોતામાં નાસ્તિ હોવાથી પરતત્ત્વ આત્મામાં કાંઈ કરી શકતું નથી. કોઈ પણ પરતત્ત્વ આત્મામાં કંઈ પણ કરવા, કદી પણ સમર્થ નથી. જીવ પોતે, પોતા વડે, પોતામાં વિકાર કરે છે અને પોતે, પોતા વડે, પોતામાંથી વિકાર ટાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આત્મા પોતે જ ષકારકરૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે.
કોઈ પણ કાર્યની સિદ્ધિમાં પકારકની પ્રવૃત્તિ બને છે. વિશ્વના પ્રત્યેક કાર્યમાં ષકારકની પ્રવૃત્તિ અવશ્ય હોય છે. પકારકની પ્રવૃત્તિ વિના કોઈ પણ કાર્યસિદ્ધિ થતી નથી. જ્યાં કર્તા ક્રિયા કરે છે, ત્યાં સહજપણે પકારકની હાજરી અવશ્ય હોય છે. તે છે કારકો નીચે પ્રમાણે છે – ૧) કર્તા - જે સ્વતંત્રપણે કાર્ય કરે તે કર્તા છે. ૨) કર્મ – કર્તા જેને પ્રાપ્ત કરે તે કર્મ છે. ૩) કરણ – જેના વડે કર્મ થાય તે સાધનને કરણ કહે છે. ૪) સંપ્રદાન – જેના માટે કર્મ કરવામાં આવે તે સંપ્રદાન છે. ૫) અપાદાન – જેમાંથી કર્મ કરવામાં આવે તે વસ્તુ અપાદાન છે. ૬) અધિકરણ – જેમાં, અર્થાત્ જેના આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ છે.
નિશ્ચયથી છએ કારકો એક જ દ્રવ્યમાં છે. દ્રવ્ય પોતે જ, પોતાને, પોતા વડે, પોતા માટે, પોતામાંથી, પોતામાં કાર્યસિદ્ધિ કરતું હોવાથી નિશ્ચયથી છએ કારકો એક જ દ્રવ્યમાં છે. આ વાત આત્મા ઉપર ઘટે છે. આત્મા પોતે જ છ કારકરૂપ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે આ પ્રમાણે – ૧) આત્મા પોતે અનંત શક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે સ્વતંત્ર છે અને તેથી પોતે જ કર્તા છે. ૨) પોતે અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી કેવળજ્ઞાન કર્મ છે અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે. ૩) પોતાના અનંત શક્તિવાળા પરિણમનસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળજ્ઞાન પ્રગટ કરતો હોવાથી આત્મા પોતે જ કારણ છે. ૪) પોતાને જ કેવળજ્ઞાન અર્પણ કરે છે, તેથી આત્મા પોતે જ સંપ્રદાન છે. ૫) પોતાનામાંથી મતિ-શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાન પ્રગટ કરે છે અને પોતે સહજ જ્ઞાનસ્વભાવ વડે ધ્રુવ રહે છે, તેથી પોતે જ અપાદાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org