SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૨ ૭૦૧ જેવું હતું તેવું જ જાણ્યું. તે અભેદ સ્વરૂપમાં પરનું કાંઈ કરવાનું અને ભોગવવાનું નથી, જે કંઈ કરવા કે ભોગવવાનું છે તે સ્વજાતિનું જ છે. તે નિરાલંબન સહજ સ્વભાવનું કાર્ય છે. જ્ઞાનમાં (જ્ઞાતાશક્તિની) નિર્મળતામાં થવું, કરવું, રમવું, ટકવું, ઠરવું, તે જ્ઞાનક્રિયાનું કરવું છે. તે અવસ્થા (પર્યાય) પૂર્ણ થતાં અવ્યાબાધ અનંત સુખને ભોગવવાપણું છે.”૧ જ્ઞાનસ્વભાવ તરફ વળતાં જ શિષ્યની પરિણતિ સ્વભાવમાં પ્રવેશી જાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવથી તેનું જ્ઞાન અત્યંત શુદ્ધ થઈ પ્રકાશે છે. તે શુદ્ધ ચેતનારૂપ નિજપરિણામોનો કર્તા-ભોક્તા થાય છે. તેને શુદ્ધ ચૈતન્યરૂપ આત્મપરિણામોની અમૃતરસધારા વહે છે. આત્મિક રસથી ભરપૂર, અતીન્દ્રિય આનંદથી ભરપૂર શુદ્ધ ચેતનારૂપ પરિણામોને તે માણે છે. તે ચૈતન્યના પ્રશમ રસમાં તરબોળ થઈ જાય છે. આનંદને અનુભવતો તે મોક્ષ તરફ દોડે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘અથવા નિજપરિણામ જે, વસ્તુ ધર્મનો ભાવ; સહજપણે જે પરિણમે, શુદ્ધ હૃદય સમભાવ. શાંતપણું અંતર ભર્યું, શુદ્ધ ચેતનારૂપ; સુમતિ સહેલી સાથમાં, અનુપમ પ્રેમ સ્વરૂપ. નિજ અનુભવ અમૃતમહા, અક્ષય સુખ ભંડાર; કર્તા ભોક્તા તેહનો, નિત્ય અચળ અવિકાર. પૂર્ણાનંદે તૃપ્ત જે, તૃષ્ણા રહિત અનુપ; નિર્મોહી વીતરાગ જે, નિર્વિકલ્પ સ્વરૂપ. ૨ ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૭૮-૩૭૯ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૫ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૮૫-૪૮૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy