________________
ગાથા-૧૨૧
૬૮૧
જાણી રહ્યો છે. ભોજન કરો ત્યારે સ્મરણમાં એ સાધી રાખવું જોઈએ કે ભૂખ શરીરને લાગે છે, પોતાને નહીં. આત્મા ભોજન અને ભોજન કરનાર શરીર બનેથી ભિન્ન છે. ભોજન અને શરીરની પાર જે જ્ઞાયકતત્ત્વ છે તે હું છું એવો ભાવ રહેવો જોઈએ. ભોજન તથા ભોજન કરનાર શરીરને જ્ઞાયકભાવે જાણવાં જોઈએ. ભોજનની ક્રિયામાં એકાત્મ ન થવું જોઈએ.
જેમ શરીર અને તેની ક્રિયાના કર્તા-ભોક્તા નથી બનવાનું, પણ જ્ઞાતા બનવાનું છે, તેમ તેણે પોતાની ભાવદશાના પણ જ્ઞાતા બનવાનું છે. જેમ બહારનાં પરિવર્તનોને પોતાથી ભિન્ન જોવામાં આવે છે, શરીરને પોતાથી ભિન્ન જોવામાં આવે છે; તેમ પોતાના ભાવોને પણ પોતાથી ભિન્ન જોવાના છે. આ અભ્યાસ પૂળ ચીજોને જોવાથી શરૂ કરવો જોઈએ, કારણ કે એ સરળ છે. ત્યારપછી સૂક્ષ્મ ભાવો તરફ જવાનું છે. પોતાના ભાવોનું અવલોકન કરવાથી જ્ઞાતા-દ્રષ્ટાભાવ સર્વાધિક પુષ્ટ થાય છે અને સ્વની નિકટતા વધુ ને વધુ સધાતી જાય છે. પોતાના ભાવોનું માત્ર હોશપૂર્ણ અવલોકન કરવું જોઈએ કે ક્રોધાદિ મારામાંથી પસાર થઈ રહ્યા છે. ક્રોધને ભિન્નપણે જોવો જોઈએ. ક્રોધ જાગે, ધુમાડાની જેમ તમને ચારે તરફથી ઘેરી લે ત્યારે જાગૃતિ રાખવી જોઈએ કે હું ક્રોધ નથી. મારે ક્રોધને માત્ર જોવો-જાણવો છે. ક્રોધની સાથે એક થવાનું નથી.' અનાદિની મિથ્યા માન્યતાના કારણે જીવ પોતાને ક્રોધથી અભિન માને છે, પરંતુ જ્યારે એ ક્રોધનું અવલોકન કરવા લાગે છે ત્યારે તેને તેની ભિન્નતાનો બોધ સ્પષ્ટ થતો જાય છે. જો કે આવો બોધ જલદીથી નહીં આવે, કારણ કે ક્રોધ સાથે જન્મોજન્મની એકતા છે. તે ઐક્ય એક દિવસમાં તૂટી નહીં જાય, પરંતુ જીવ જો પ્રયત્ન કરે તો તે અવશ્ય તૂટી શકે. જીવે પોતાના વિભાવ સાથે અતાદાભ્ય સાધવાનું છે. એની સાથેનો એકત્વનો સંબંધ તોડી નાખવાનો છે. ક્રોધાદિથી દૂર હટી તટસ્થપણે એને જાણવો જોઈએ. જ્ઞાયક ભાવે તેને માત્ર જાણ્યા કરવાનું છે.
જ્ઞાતા-દ્રષ્ટાભાવની સાધનાના પરિણામે જીવને પોતાના સ્વરૂપની ઉપલબ્ધિ થાય છે. જ્ઞાયકભાવ એક સનાતન પ્રક્રિયા છે. જાત અને જગતનું જ્ઞાતાભાવે દર્શન કરવાનું છે. વિકારો, શરીર કે દશ્યોને કર્તા-ભોક્તાભાવ વિના જોવાનાં છે. સ્વ અને પરનાં ક્ષેત્રોમાં થતાં તમામ પરિવર્તનોના તટસ્થ પ્રેક્ષક બની જવાનું છે. જ્ઞાતા-દ્રષ્ટાભાવની પ્રક્રિયાનો અભ્યાસ કરતાં જીવ ગહનથી ગહનતર થતો જાય છે. દ્રષ્ટાભાવના વારંવાર અભ્યાસથી તે અંદરની તરફ વળે છે અને જેટલો અંદર જાય છે તેટલો સુખી હોવાનો અનુભવ કરે છે. તે અંદર ને અંદર ઊતરતો જાય છે અને વધારે શાંત, વધારે મૌન, વધારે એકત્વવાળો, વધારે સ્વતંત્ર, વધારે મહિમાવાન, વધારે પ્રસન્ન થતો જાય છે. જ્ઞાતા-દ્રષ્ટાભાવના નિરંતર અભ્યાસથી તે સ્વમાં સ્થિર થતો જાય છે અને અપૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org