________________
ગાથા – ૮૯
ભૂમિકા
- ગાથા ૮૮માં શિષ્ય કહ્યું કે જો જીવ શુભ કર્મ કરે તો દેવાદિ ગતિમાં તેનું
શુભ ફળ ભોગવે છે અને જો તે અશુભ કર્મ કરે તો નરકાદિ ગતિમાં તેનું અશુભ ફળ ભોગવે છે; પણ જીવ કર્મરહિત કોઈ સ્થળે હોતો નથી.
આમ, ગાથા ૮૭-૮૮માં શિષ્ય મોક્ષપદ અંગેની શંકાના સમર્થનમાં બે દલીલો કરી. શ્રીગુરુ તેનું નિરસન ગાથા ૮૯ થી ૯૧માં કરે છે. ગાથા ૮૭માં શિષ્ય એવી શંકા કરી હતી કે “કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ', અર્થાત્ અનંત કાળથી જીવ કર્મ કરવારૂપ દોષથી યુક્ત છે. અનંત કાળ વીત્યો છતાં તેનાથી તે છૂટી શક્યો નથી, વર્તમાનમાં પણ તે દોષનું વિદ્યમાનપણું છે; તેથી એમ અનુમાન થાય છે કે જીવનો મોક્ષ થવો સંભવિત નથી, કારણ કે જો જીવનો મોક્ષ થવો સંભવિત હોત તો અનાદિ કાળ થઈ ગયો છતાં આજ પર્યત તેનો મોક્ષ શા માટે થયો નહીં? આ શંકાનું સમાધાન શ્રીગુરુએ બે ગાથા દ્વારા આપ્યું છે. પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુએ મોક્ષપદની સિદ્ધિ કરી છે તથા ગાથા ૯૦માં અનંત કાળ વીતવા છતાં મોક્ષ શા માટે થયો નથી અને તે શું કરવાથી થાય તેનું સરળ પણ સચોટ શબ્દોમાં નિરૂપણ કર્યું છે.
સમ્યકત્વના મુખ્ય નિવાસભૂત એવાં છે પદમાંથી પાંચમા પદની - મોક્ષપદની સિદ્ધિ કરતાં શ્રીગુરુ કહે છે –
“જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ;
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ.” (૮૯) જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તેં થતાં જાણ્યાં, અને તેથી તેનું *| ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી; માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હે વિચક્ષણ! તું વિચાર. (૮૯)
| કોઈ પણ કાર્યનું ફળ અવશ્ય હોય છે, અર્થાત્ કોઈ પણ કાર્ય અફળ જતું
૧] નથી. જેમ શુભાશુભ કર્મ કરવાથી તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે, તેમ શુભાશુભ કર્મથી નિવૃત્ત થવાનું ફળ પણ જીવને અવશ્ય મળે છે. જેમ શુભાશુભ
ગાથા |
| અર્થી
ભાવાર્થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org