________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેનો દેહાધ્યાસનો ભ્રમ મટે છે, દેહને પોતાનું સ્વરૂપ માની લેવારૂપ વિરાટ ભૂલ નષ્ટ થાય છે. દેહાતીત સ્વરૂપમાં એ–બુદ્ધિ સ્થપાય છે અને દેહમાંથી એકત્વબુદ્ધિ તૂટે છે. આત્માની પકડ થતાં દેહની પકડ છૂટે છે. શ્રીમદ્ લખે છે –
પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ;
હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ.૧ અનાદિથી પોતાના સ્વરૂપનું ભાન ન હોવાથી દેહ તે જ હું એમ માન્યું હતું, દેહને જ સર્વસ્વ માન્યો હતો, તેની જ સારસંભાળ માટે સર્વ પ્રવર્તન કર્યું હતું. પોતાના શુદ્ધ સહજાન્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ, તેથી હવે આત્મામાં દૃષ્ટિ સ્થિર થતાં દેહ ઉપરથી મમત્વ નષ્ટ થઈ ગયું.
પોતાનું દેહાતીત સ્વરૂપ લક્ષગત થતાં દેહનું મોહ-મમત્વ નષ્ટ થઈ જાય છે. અજ્ઞાનદશામાં ચર્મનેત્રથી જોતાં મનુષ્યદેહ જીવંત ભાસે છે અને મૃત્યુ પશ્ચાત્ અગ્નિદાહ પછી તે રાખના ઢગલારૂપે જણાય છે, જ્યારે સગુરુએ બક્ષેલ જ્ઞાનનેત્રથી તો વર્તમાન પર્યાયમાં પણ સંયોગરૂપ મળેલ તે દેહ રાખના ઢગલારૂપે જ જણાય છે. જ્ઞાનનેત્રના પ્રતાપે તે પોતાને દેહથી ભિનપણે જ જુએ છે. તેને પોતાના દેહાતીત સ્વરૂપની જાગૃતિ સતત રહે છે. તે પોતાને અજર, અમર, અવિનાશીરૂપે જાણે છે. (૧) આત્મા અજર છે – આત્મા ક્યારે પણ જરતો નથી, અર્થાત્ જીર્ણ થતો નથી. શરીર જીર્ણ થાય છે, પણ આત્મા જીર્ણ થતો નથી. કાળના વ્યતીત થવા સાથે શરીર વૃદ્ધ થાય છે, આત્મા વૃદ્ધ થતો નથી. વસ્ત્ર જીર્ણ થતાં દેહ જીર્ણ થતો નથી, તેમ દેહ જીર્ણ થતાં આત્મા જીર્ણ થતો નથી.
પ્રતિસમય શરીરનાં અનંત પરમાણુઓ જરતાં જાય છે અને પ્રતિસમય નવાં પરમાણુઓ ગ્રહણ થતાં રહે છે. દેહ પરિવર્તનશીલ છે. તેમાં નિરંતર પરિવર્તન ચાલ્યા જ કરે છે. શરીર પ્રતિક્ષણ બદલાતું જાય છે. એક ક્ષણ માટે પણ તે સ્થિર નથી રહેવાનું. જે રૂપ કાલે હતું, તે આજે નથી હોતું અને આજે છે તે કાલે નથી રહેવાનું. શરીર જીર્ણ થાય છે, પણ આત્મા અજર રહે છે. આત્મા અસંખ્યાતપ્રદેશી છે, છતાં તેના પ્રદેશો ખંડ ખંડરૂપે થઈને કદી પણ જુદા પડતા નથી. તે અખંડ જ રહે છે. શરીરમાંથી પરમાણુઓ છૂટાં પડે છે, પરંતુ આત્માના પ્રદેશો છૂટા પડતા નથી. આમ, જરા અવસ્થા આત્માની નહીં પણ દેહની થાય છે અને આત્મા દેહથી સર્વથા પ્રકારે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૭ (આંક-૨૬૬, કડી ૭) ૨- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકત, ‘સમાધિતંત્ર', શ્લોક ૬૪
'जीर्णे वस्त्रे यथाऽऽत्मानं न जीर्णं मन्यते तथा । जीर्णे स्वदेहेऽप्यात्मानं न जीर्णं मन्यते बधः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org