________________
૬૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેને અનુભવપૂર્વક જે પ્રતીતિ થઈ છે, તે કેવી છે તે “શુદ્ધ ચેતનારૂપ', “અજર',
અમર', “અવિનાશી' અને “દેહાતીત સ્વરૂપ' શબ્દો દ્વારા સુશિષ્ય પ્રસ્તુત ગાથામાં જણાવે છે.
-- ચેતન અને ચેતનાને પરસ્પર આધાર-આધેય સંબંધ છે. ચેતન આધાર છે રાજા અને ચેતના આધેય છે. આધેય ચેતનાને જ્યારે પોતાના ઉદ્ગમસ્થળ ચેતનનો આધાર મળે ત્યારે જ તે સ્થિર રહી શકે છે. ચેતના (ચિત્તવૃત્તિપ્રવાહ) જ્યારે ચેતન (આત્મસત્તા)માં સ્થિત થાય છે ત્યારે જ્ઞાન અને આનંદ પ્રગટે છે. આજ સુધી જીવ પોતાની ચેતનાને તેના આધારસ્વરૂપ ચેતન ઉપર આધારિત ન કરતાં પર પ્રત્યે લગાવતો રહ્યો છે અને તે જ તેની મૂળ ભૂલ છે. અજ્ઞાન અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી જીવનો ઉપયોગ કેન્દ્રમાંથી - સ્વમાંથી ખસીને કર્મકૃત વ્યક્તિત્વ તથા ભાવોમાં જોડાય છે. દિશામૂઢતાના કારણે જીવ પંચ ઇન્દ્રિયના વિષયોમાં ભટકે છે. પરમાં સુખાદિની કલ્પનાના પરિણામે તે વ્યાકુળ રહે છે, વિકલ્પોમાં ગૂંચવાયેલો રહે છે. સગુરુના બોધનો આશ્રય કરતાં તેની આ પરદષ્ટિ મટે છે, તેની મિથ્યા માન્યતાઓ નષ્ટ થાય છે અને ચેતના ચેતનમાં સ્થિર થાય છે. સદ્ગુરુના બોધના વિચારથી ચિત્તવૃત્તિપ્રવાહ તેના ઉદ્ગમસ્થળ આત્મસત્તામાં સ્થિરતા પામે છે. સદ્દગુરુના ઉપદેશ દ્વારા સ્વરૂપની પ્રતીતિ થાય છે અને અનુક્રમે અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ થાય છે.
બાળપણથી જ બકરીના ટોળામાં રહેલા સિંહના બચ્ચાને સજાતીય સિંહના દર્શનથી પોતાના ભુલાયેલા મૂળ સ્વરૂપનું - સિંહપણાનું ભાન થાય છે, એ દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. પોતે સિંહનું બચ્યું છે એવી પ્રતીતિ થતાં જેમ તેનામાં શક્તિ સ્કુરાયમાન થાય છે, તેમ સદ્ગુરુના બોધ દ્વારા જીવને નિજસ્વરૂપનું ભાન થતાં તેનું વીર્ય સ્કુરાયમાન થાય છે.૧ સિંહ જેવો, એટલે કે સિદ્ધ ભગવાન જેવો જીવ પોતાના સાચા સ્વરૂપને ભૂલીને પોતાને બકરીના બચ્ચા જેવો, એટલે કે દીન-હીન-રાગી-પામર માની રહ્યો છે. સદ્ગુરુ ઉપદેશરૂપી સિંહનાદથી તેને તેનું પરમાત્મપણું બતાવે છે, 'હે જીવ! જેવા અમે પરમાત્મસ્વરૂપ છીએ એવો જ તું પરમાત્મસ્વરૂપ છે. અમારા જેવું જ તારું સ્વરૂપ છે. આપણી બન્નેની એક જ જાત છે. તારી અવસ્થામાં નબળાઈ છે તો શું થયું? શક્તિ અપેક્ષાએ તો આપણે બન્ને સમાન છીએ. ભમથી તેં તને પામર માન્યો છે અને તારા પરમાત્મપણાને તું ભૂલ્યો છે. અમારી મુદ્રા સાથે તારી મુદ્રા (લક્ષણ) મેળવીને જો તો તને ખાતરી થશે કે તું પણ અમારા જેવો જ છે. તારા સ્વચ્છ જ્ઞાનસરોવરમાં જો તો તને તારી પ્રભુતા તારામાં સ્પષ્ટ દેખાશે. સ્વસમ્મુખ ૧- જુઓ : ગણિશ્રી દેવચંદ્રજીરચિત, શ્રી અજિતનાથ ભગવાનનું સ્તવન, કડી ૪
અજકુલગત કેશરી લહે રે, નિજપદ સિંહ નિહાળ; તિમ પ્રભુભક્ત ભવિ લહે રે, આતમશક્તિ સંભાળ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org