________________
ગાથા-૧૧૯
૬૫૧ સુશિષ્યને દેશનાલબ્ધિ પ્રગટ્યા પછી બાકી રહેલી બે લબ્ધિ પણ પ્રગટે છે અને વિકલ્પ ઠરી જતાં નિર્વિકલ્પ સ્વસંવેદનનો અભુત આનંદ પ્રગટે છે. આ કાર્યમાં શ્રીગુરુનો ઉપદેશ નિમિત્તકારણ છે અને શિષ્યની સત્પાત્રતા તે ઉપાદાનકારણ છે. સદ્ગુરુના ઉપદેશનું ઉત્તમ નિમિત્ત પામીને સુપાત્ર શિષ્ય પોતાના સ્વરૂપને પામે છે. આ રીતે અહીં નિમિત્ત અને ઉપાદાનની સંધિ ગર્ભિતપણે બતાવી છે.
મધ બનાવવા માટે મધમાખી ફૂલ ઉપર બેસે છે. ફૂલની પરાગરજ લે છે. એ પરાગરજ એના પેટમાં પહોંચે છે ત્યારે એની સાથે અમુક પ્રકારના રસ મળે છે. એ રસ મળે ત્યારે જ પેલી પરાગરજમાંથી મધ તૈયાર થાય છે. ત્યારપછી મધમાખી એ મધનો મધપૂડામાં સંગ્રહ કરે છે. પરાગરજ ફૂલમાં રહેલી હોય છે, પરંતુ એ મધ નથી. મધમાખીના પેટમાં જે રસ હોય છે એ પણ મધ નથી. એ બન્નેના સંયોજનથી મધ તૈયાર થાય છે. તેમ નિમિત્ત અને ઉપાદાન બન્નેના સંયોજનથી કાર્ય નીપજે છે. પરાગરજ એટલે સદ્ગુરુબોધ, મધમાખી એટલે જીવ અને પેટના રસ એટલે જીવની ઉપાદાનશક્તિ. સદ્ગુરુનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ દ્વારા આજ પર્યત સુષુપ્ત રહેલી જીવની ઉપાદાનશક્તિ જાગૃત થાય છે. જીવમાં એક નવીન પ્રકારનું આધ્યાત્મિક વલણ પ્રગટે છે. પરમાર્થના લક્ષે આત્માથી જીવ જેમ જેમ સગુરુરૂપી ફૂલ તરફ વધુ આકર્ષાતો જાય છે, જેમ જેમ બોધરૂપી પરાગરજ વધુ ને વધુ ગ્રહણ કરતો જાય છે; તેમ તેમ તેની ઉપાદાનશક્તિ વધુ ને વધુ જાગૃત થતી જાય છે. એ પુરુષાર્થના પરિણામે આત્મજ્ઞાનરૂપી મધની ઉત્પત્તિ થાય છે.
આત્મપ્રાપ્તિના કાર્યમાં શિષ્યની આત્મપ્રાપ્તિની ઝૂરણા - વેદના કેવી હોય છે અને આ કાર્યમાં સદ્ગુરુ કઈ રીતે મદદરૂપ બને છે તે એક ઉદાહરણ દ્વારા સમજીએ –
એક પાંચ વર્ષના બાળકની મા મેળામાં ખોવાઈ ગઈ. મેળાની અપાર ભીડમાં તેઓ બન્ને છૂટા પડી ગયા. દીકરો પોલીસચોકીએ પહોંચ્યો. તે મા ખોવાયાની ફરિયાદ લખાવવા ઇચ્છતો હતો. તેથી તેને ઇસ્પેક્ટર પાસે લઈ જવામાં આવ્યો. બાળકે તે ઇન્સ્પેક્ટરને કહ્યું કે “મારી મા મેળામાં ખોવાઈ ગઈ છે.' તેણે બાળકને એવી જગ્યાએ ઊભો કર્યો કે જ્યાંથી મેળામાં આવનારી બધી સ્ત્રીઓ નીકળતી હતી. તેણે બાળકને કહ્યું કે “અહીંથી નીકળતી બધી સ્ત્રીઓને ધ્યાનથી જો અને તારી માને તું શોધી લે.” જેમ બાળકે પોતાની માને સ્વયં શોધવી પડશે, કોઈ તેની મા શોધી આપશે નહીં, ઇન્સ્પેક્ટર પણ નહીં; તેમ આત્માર્થીએ આત્માની પ્રાપ્તિ સ્વયં જ કરવી પડશે. સદ્ગુરુ માત્ર સહાયક છે. પોતાના પુરુષાર્થ વિના અન્ય દ્વારા તે મળી જશે એવી આશા જીવે રાખવી વ્યર્થ છે.
બાળક જાણતો હતો કે સાંજ સુધી જો મા નહીં મળે તો મા વિના અંધારામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org