________________
૬૪૪
‘શ્રી આત્મસિદ્ધિ, શાસ્ત્ર' - વિવેચન
કરણલબ્ધિ પ્રગટ થતાં પોતાનું સ્વરૂપ પોતાના વિષે યથાતથ્ય ભાસ્યું. અનાદિ કાળથી દેહ, ઇન્દ્રિય, પ્રાણ આદિને તે પોતાનું સ્વરૂપ સમજતો હતો, તે અજ્ઞાન દૂર થયું અને આત્મામાં નિજબુદ્ધિરૂપ અનુભવસિદ્ધ નિશ્ચય થયો.
ત્રણ લોક અને ત્રણ કાળમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પદાર્થ આત્મા છે અને તે જ પોતાનું સ્વરૂપ છે એવો પ્રગટ અનુભવ સુશિષ્યને શ્રીગુરુના બોધથી થયો છે. સદ્ગુરુના ચરણસેવન વિના નિજ ચિદાત્મતત્ત્વનો લક્ષ થવો દુર્લભ છે. આત્મજ્ઞાની ગુરુનાં દર્શન, સમાગમ, બોધ, આજ્ઞા, સેવા આદિથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જેમ જેમ જીવ સદ્ગુરુનાં બોધ અને આજ્ઞામાં એકતાન થતો જાય છે, તેમ તેમ તે આત્માવલંબી થતો જાય છે અને કોઈ ધન્ય પળે ચિત્તવૃત્તિ સ્વરૂપમાં લય પામતાં સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. આમ, પુષ્ટનિમિત્તરૂપ સદ્દગુરુના ઉપદેશનું અવલંબન આત્માને સ્વરૂપારોહણ કરવાનો સુગમ અને શ્રેષ્ઠ ઉપાય છે એમ અહીં સિદ્ધ થાય છે.
- સદ્ગુરુની વાણીનો મહિમા અપરંપાર છે. તેમના એક એક શબ્દમાં નર્યું વિશેષાર્થ 'બાપા, માધુર્ય ભર્યું હોય છે, અમૃત ભર્યું હોય છે, આત્મહિતની પ્રેરણા ભરી હોય છે. તેમનો પરમાર્થપ્રેરક ઉપદેશ જીવને અનાદિની મોહનિદ્રામાંથી જગાડે છે. સદ્ગુરુના પરમ શાંત રસમૂળ વચનામૃત જીવને દેહ અને રાગથી ભિન્ન કરીને સ્વરૂપમાં સ્થિર થવામાં પરમ અવલંબનરૂપ છે. ચક્રવર્તીને છ ખંડનું રાજ, ૯૬,૦૦૦ સ્ત્રી, ૯૬ કરોડ પાયદળ, ૯૬ કરોડ ગામ, ૭૨,૦૦૦ નગર, ૪૮,૦૦૦ પાટણ હોય છે; પરંતુ એ સર્વના અવલંબને અંતર્મુખ થઈ શકાતું નથી, આત્મસન્મુખ થઈ શકાતું નથી; પણ સદ્ગુરુની વીતરાગવાણીના અવલંબને અંતર્મુખ થવાય છે. વીતરાગવાણીના આધારે ઉપયોગની દિશા પલટાતાં આત્માનંદની પ્રાપ્તિ થાય છે.
સદ્ગુરુને અંતરમાં એકમાત્ર ચૈતન્યરસ જ ઘૂંટાય છે, તેથી તેમની વાણીમાં પણ ચૈતન્ય જ નીતરે છે. આમ હોવાથી સદ્ગુરુના દરેક શબ્દમાં એવું સામર્થ્ય ભર્યું હોય છે કે જો તે યથાર્થ રુચિપૂર્વક સાંભળવામાં આવે તો જાત અને જગત પ્રત્યેની જીવની દૃષ્ટિમાં પરિવર્તન આવે છે; પરંતુ જો સગુરુનો ઉપદેશ માત્ર કર્ણેન્દ્રિયના મનોરંજનનું સાધન બની રહે તો જીવના ઉદ્ધારની કોઈ શક્યતા નથી રહેતી. આત્મહિતની રુચિ વિનાનું શ્રવણ તો જીવે આ ચતુર્ગતિપરિભ્રમણમાં ભમતાં ભમતાં અનેક વાર કર્યું છે, પણ તેથી કાંઈ કારજ સર્યું નથી. હવે તો એવી રીતે શ્રવણ કરવું જોઈએ કે સીધાં પરિભ્રમણનાં પ્રત્યાખ્યાન જ લેવાઈ જાય. જીવ ઉપર શ્રવણનો આવો પ્રભાવ ન પડે તો તેનો કોઈ આરો કે ઓવારો નથી.
જીવમાં સુપાત્રતા પ્રગટી હોય તો સદ્ગુરુના બોધનું રુચિપૂર્વક શ્રવણ થાય છે. સુપાત્ર જીવને અનંત કાળના પરિભ્રમણથી થાક લાગ્યો હોય છે. તેને સમજાયું હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org