________________
ગાથા - ૧૧૮
| ગાથા.
- ગાથા ૧૧૭માં શ્રીગુરુએ કહ્યું કે આત્મા શુદ્ધ છે, બોધસ્વરૂપ છે, ચૈતન્યનો L"2"| નિબિડ પિંડ છે, જ્ઞાનજ્યોતિ છે અને સુખનો ભંડાર છે. આનાથી વધારે
ભૂમિકા કેટલું કહેવું? જો જીવ પોતાના સ્વરૂપનો વિચાર કરે તો તે અવશ્ય મોક્ષપદને પામે.
મોક્ષપદની પ્રાપ્તિના ઉપાય સંબંધી શિષ્ય જે શંકા કરી હતી તેનું અદ્ભુત, હૃદયસ્પર્શી અને ન્યાયયુક્ત સમાધાન શ્રીગુરુએ ગાથા ૯૭થી શરૂ કર્યું હતું, તે અહીં સમાપ્ત થાય છે. સંકલનાબદ્ધ ૨૧ ગાથાઓમાં શ્રીમદ્ શ્રીગુરુમુખે મોક્ષમાર્ગનું તાત્ત્વિક સ્વરૂપ, માર્ગપ્રાપ્તિનો સાંગોપાંગ અવિકલ ક્રમ અને રહસ્યપૂર્ણ કળશરૂપ ત્રણ ગાથાઓ પ્રકાશી, હવે પ્રસ્તુત ગાથામાં, ગાથા ૪૫થી શરૂ કરેલો ગુરુ-શિષ્ય વચ્ચેનો સંવાદ પૂર્ણ કરે છે. શિષ્યને ઉદ્ધોધન કરતી આ છેલ્લી ગાથામાં શ્રીગુરુ કહે છે -
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય.” (૧૧૮) - સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે; એમ કહીને સદ્ગુરુ અર્થ)
1 મીનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણીયોગની અપ્રવૃત્તિ કરી. (૧૧૮)
2 મોક્ષના ઉપાય સંબંધી અગત્યના મુદ્દાઓની સમજણ શ્રીગુરુ શિષ્યને આપે ભાવાર્થ Lજવાનું છે. શ્રીગુરુને મોક્ષમાર્ગ માટે વિશેષ કાંઈ કહેવાનું હવે રહેતું નથી, કેમ કે આત્મજ્ઞાનનો સર્વ સાર તેમાં આવી જાય છે. વળી, શ્રીગુરુ કહે છે કે અહીં જે કંઈ કહેવાયું છે, સમજાવાયું છે, તે સઘળું સર્વ જ્ઞાનીઓને સમ્મત છે; તેમના ઉપદેશથી વિરુદ્ધ એક પણ વચન પ્રકાશવામાં આવ્યું નથી. સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય અહીં આવીને સમાય છે.
જે વાત સર્વ જ્ઞાનીઓએ સ્વીકારેલ છે તેનું નિરૂપણ અહીં કર્યું છે એમ જણાવી, શ્રીગુરુ વાણીયોગની પ્રવૃત્તિ પૂરી કરી સહજ સમાધિમાં સ્થિત થાય છે. પુરુષો મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિષે જ નિમગ્ન હોય છે, પણ ક્યારેક વિકલ્પ ઊઠતાં ધર્મોપદેશ આપે છે. તેમનું મુખ્ય કાર્ય તો સ્વરૂપમાં લીન થઈ પરમાનંદને સાધવાનું છે, પરંતુ કોઈ સુપાત્ર જીવને જોઈને તેમને કરુણા ઉત્પન્ન થતાં તેને ઉપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org