________________
૬૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
જો કે દીપકને તો કોઈ પ્રગટાવે તો પ્રગટે છે, જ્યારે આત્માની જ્ઞાનજ્યોતિ સ્વયં પ્રકાશે છે, અર્થાત્ સ્વભાવે કરીને જ તે જ્ઞાનજ્યોતિસ્વરૂપ છે. જેમ સૂર્યને આકાશમાં રહેવા માટે થાંભલા વગેરે કોઈ પણ આધારની જરૂર પડતી નથી, તેને પ્રકાશિત થવા માટે કોઈ કોલસા, તેલ વગેરે બળતણની જરૂર પડતી નથી, પોતાના સ્વભાવથી જ તે આકાશમાં નિરાલંબ છે, સ્વયંપ્રકાશિત છે; તેમ આત્માની જ્ઞાનજ્યોતિ સ્વભાવથી જ પ્રગટ છે. ઇન્દ્રિયો વગેરેનું અવલંબન લેવું પડે એવી તે પરાધીન નથી, અર્થાત્ બીજાની અપેક્ષા વગર સ્વભાવથી જ પોતે સ્વયમેવ જ્ઞાનજ્યોતિ છે.૧ વળી, જેમ સૂર્યનો પ્રકાશ પોતાને અને પરને પ્રકાશિત કરે છે, તેમ આત્મા ત્રણે કાળ સ્વપરપ્રકાશક હોવાથી પોતાને તથા પરપદાર્થોને પ્રકાશિત કરે છે. પોતાથી પોતાને જાણે તે સ્વપ્રકાશક શક્તિ છે અને પોતાથી અન્ય જીવ-અજીવ, ચર-અચર પદાર્થોને જાણે તે આત્માની પરપ્રકાશક શક્તિ છે.
આત્મામાં રહેલી સ્વપ્રકાશક શક્તિથી આત્મા પોતે પોતાને પ્રકાશે છે, એટલે કે જાણે છે, સ્વાનુભવ કરી શકે છે. તેમાં પરદ્રવ્યની સહાયતા, ઇન્દ્રિયો વગેરેના અવલંબનની આવશ્યકતા નથી. આત્મા સ્પર્શ-રસ-ગંધ-વર્ણ ગુણના અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, તેમજ શબ્દપર્યાયના અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી અલિંગગ્રાહ્ય છે; અર્થાત્ ઇન્દ્રિયાદિ કોઈ પણ લિંગ વડે તે ગ્રહણ થઈ શકતો નથી. તે સ્વસંવેદનપ્રત્યક્ષ છે, તેથી તે સ્વપ્રકાશક શક્તિના કારણે સ્વાનુભવમાં આવે એવો છે.
અહીં પ્રશ્ન થાય કે આત્મામાં આવી સ્વપ્રકાશક શક્તિ હોવા છતાં બધા જીવોને એ શક્તિના સામર્થ્ય વડે સ્વાનુભવ કેમ થતો નથી? આત્મા કેમ અનુભવમાં આવતો નથી? જ્ઞાનીઓ તેના રહસ્યનું ઉદ્ઘાટન કરતાં સમજાવે છે કે સર્વ જીવોને સદાકાળ અનુભવમાં આવે એવો સ્વપરપ્રકાશક સ્વભાવવાળો આત્મા છે. જ્ઞાની અનુભવથી તેને જાણે છે, જ્યારે અજ્ઞાની પણ જ્ઞાનની પર્યાયમાં તો પોતાનો આત્મા સદાકાળ જાણી શકે છે, પરંતુ તેની દૃષ્ટિ શરીરાદિ પરદ્રવ્યો અને રાગાદિ પરભાવોમાં જ જતી હોવાથી તે દૃષ્ટિ પોતાના સ્વરૂપ તરફ જતી નથી. પોતાને પોતે જાણતો હોવા છતાં દૃષ્ટિ અન્યત્ર પરશેય પ્રત્યે રહેલી હોવાથી ‘આ જાણનારો અનુભવમાં આવે છે
હું છું' એવું
જ્ઞાન ઉદિત થતું નથી, તેથી તે પોતાને જાણતો નથી.
-
આત્મા તો આબાલગોપાલ સૌને નિરંતર અનુભવમાં આવે છે. ચૈતન્યજ્યોતિ આત્મા પ્રકાશમાન છે અને તે નિત્ય ઉઘોતરૂપ છે, તેથી નિરંતર સર્વના અનુભવમાં ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘પ્રવચનસાર’, ગાથા ૬૮નો ગુર્જરાનુવાદ
જ્યમ આભમાં સ્વયમેવ ભાસ્કર ઉષ્ણ, દેવ, પ્રકાશ છે; સ્વયમેવ લોકે સિદ્ધ પણ ત્યમ જ્ઞાન, સુખ ને દેવ છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org