________________
૬૦૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પાર આવે તેમ નથી. જ્ઞાની પાસેથી આત્મસ્વરૂપનો નિર્ણય કરી, તેનો અગાધ મહિમા જાણી, આત્માને લક્ષગત કરવો જોઈએ અને વારંવાર તેનો અભ્યાસ કરી, પરિણામ અંતર્મુખ કરવાં જોઈએ. વૃત્તિને આત્મસન્મુખ કરવાના નિરંતર અભ્યાસથી ચૈતન્યરસ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે ઉપયોગ નિર્વિકલ્પ થઈ જાય છે અને સ્વસંવેદન થાય છે. લીંડીપીપર બહારથી રંગે કાળી અને સ્વાદમાં તૂરી હોય છે, પણ તેની અંદર લીલાશ અને ચોસઠપહોરી તીખાશ હોય છે. તેને ઘૂંટવાથી શક્તિપણે રહેલી તીખાશ પ્રગટ થાય છે. તેમ જ્ઞાયકસ્વભાવી આત્માને દૃષ્ટિમાં લઈને તેને ઘૂંટવાથી, તેમાં મગ્ન થવાથી, જ્ઞાન-આનંદ આદિ અનંત ગુણો પર્યાયમાં પૂર્ણપણે પ્રગટ થાય છે; અર્થાત્ શક્તિપણે રહેલા જ્ઞાનાનંદસ્વભાવ ઉપર દૃષ્ટિ કરીને સ્થિરતા કરવાથી પૂર્ણ પરમાત્મપદ પ્રગટે છે. આમ, મોક્ષ પામવાનો પંથ આત્મવિચારણાથી શરૂ થાય છે. આત્મસ્વરૂપના વિચાર વિના આત્મજ્ઞાન થવું શક્ય નથી. માટે જ આ ગાથાના અંતમાં કહ્યું કે “કર વિચાર તો પામ', અર્થાત્ “આનાથી વધારે તને શું કહીએ? તું આત્મસ્વરૂપનો વિચાર કર તો તું તારી શુદ્ધતા પ્રાપ્ત કરી શકીશ.' મોક્ષના ઉપાય જેવા ગહન વિષયને સરળ ભાષામાં, સંક્ષેપમાં, સામાન્ય જનને ભોગ્ય થઈ શકે અને સાધકવર્ગને માર્ગદર્શકરૂપ થઈ પડે એવી રીતે મહાપ્રજ્ઞાવંત શ્રીમદે આ ગાથામાં રજૂ કર્યો છે. આ ગાથાનું અંતિમ ચરણ – “કર વિચાર તો પામ' તો મુમુક્ષુવર્ગમાં કહેવત જેવું થઈ પડ્યું છે.
તે એક બાજુ સિદ્ધપણું છે, બીજી બાજુ સંસારીપણું છે. સિદ્ધપણું એ આત્માની વિશેષાર્થ).
1 પૂર્ણ શુદ્ધ અવસ્થા છે, સંપૂર્ણ નિર્મળ પર્યાય છે; જ્યારે સંસારીપણું એ આત્માની વિકારી અવસ્થા છે, મલિન પર્યાય છે. આ બન્ને અવસ્થાની વચ્ચેની અવસ્થા છે સાધકપણું. વર્તમાન અશુદ્ધ અવસ્થામાં પણ શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિ રાખી, તેની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો તે સાધકપણું છે. સાધક અનંતગુણવૈભવયુક્ત એવા શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર પોતાની દષ્ટિ સ્થાપે છે.
આત્મા અનંત ગુણોનો પિંડ છે. આત્મા જ્ઞાન, આનંદ આદિ અનંત અનંત ગુણોનું સંગ્રહાલય છે. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર છે. તેમાં છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્ય યોજનાના વિસ્તારવાળો છે. બધા દીપ-સમુદ્રોની પહોળાઈના સરવાળા કરતાં આ છેલ્લા સમુદ્રની પહોળાઈ ત્રણ યોજન વધારે છે. તેના તળિયે રેતી નથી પણ રત્નો પડેલાં છે. આત્મા પણ અનંત ગુણોથી ભરેલો ચૈતન્યરત્નાકર છે. જીવ અંદર ઊંડો ઊતરીને જુએ તો તેને અનંતાં રત્નો મળે. અનંત ગુણોના નિધાન એવા આત્મદ્રવ્યની જીવે કદી ઓળખાણ કરી નથી. સંયોગો અને વિકારો વગરના શુદ્ધ ચિદાનંદસ્વભાવને લક્ષમાં લે, તેમાં જ વૃત્તિ તન્મય કરે તો સમ્યગ્દર્શન પ્રગટે છે. શુદ્ધ સ્વભાવની નિરંતર ભાવના કરવાથી પરમપદની પ્રાપ્તિ થાય છે. શ્રીમદે આ ગાથામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org