________________
૬૦૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
એમ કરતાં કરતાં જે ધન્ય પળે તેની સાથે અભેદતા સ્થપાય છે ત્યારે આત્માનુભૂતિ થાય છે. જેમ ચાલુ કરેલી ટોર્ચના બટનને અંદરની તરફ દબાવતાં બલ્બમાંનો પ્રકાશ હટીને સેલમાં સમાઈ જાય છે, તેમ મનરૂપી બટનને અંતર્મુખ દબાવતાં ચૈતન્યપ્રકાશ ચૈતન્યમાં સમાઈ જાય છે. તે જેટલો સમય અંદર ટકે તેટલો સમય અનુભવધારાનો ગણાય. ચૈતન્યસત્તામાં ચિત્તવૃત્તિ શમાઈ જતાં જ આનંદની અનુભૂતિ થાય છે. જેમ જેમ આત્મસ્વરૂપમાં સ્થિરતા થાય છે, તેમ તેમ કર્મની વિપુલ નિર્જરા થાય છે. ધ્યાનાગ્નિ દ્વારા કર્મના ગોટેગોટા ઊડી જતાં આત્મા મુક્ત થઈ જાય છે.
-
આમ, આત્મસ્વભાવનું અવલંબન તે જ મોક્ષનો ઉપાય છે. પોતામાંથી દેહાદિ સંયોગ અને રાગાદિ વિકારોને બાદ કરતાં જે બાકી રહે તે છે આત્મસ્વભાવ. શરીરાદિ સંયોગ અને રાગાદિ વિભાવ, તે બધાને આત્મામાંથી બાદ કરીને એકલો સ્વભાવ બાકી રાખવો, તે જ ખરી બાદબાકી છે. જેવો પોતાનો ગુણ છે તેવો ઓળખીને, ગુણના આકારે પોતાની પરિણતિ કરવી તે સાચો ગુણાકાર છે. જેણે આત્માના ગુણ-દોષ ઓળખ્યા નથી, તેને તો આત્મા સાથે કોના ગુણાકાર કરવા અને કોને બાદ કરવું એનું જ ભાન નથી. જે જીવ ભેદજ્ઞાન વડે આત્માના ગુણ-દોષને ઓળખે છે, તે જીવ ગુણની વૃદ્ધિ અને દોષની હાનિ કરતો જઈ અંતે પૂર્ણતા પ્રગટ કરે છે. ગુણની વૃદ્ધિ અને દોષની હાનિ કરતાં કરતાં જેવો છે તેવો સ્વભાવ રહી જાય છે અને વિકારનો સંપૂર્ણતઃ નાશ થઈ જાય છે. આ અવસ્થાનું નામ મોક્ષ છે.
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
Jain Education International
‘એ જ ધર્મથી મોક્ષ છે, એથી નથી તુજ ભેદ; તું કેવળ શિવરૂપ છો, નિર્મમ ને નિર્વેદ. પરમાનંદ સ્વરૂપ તું, તું છો મોક્ષ સ્વરૂપ; અક્ષય અભય અનુપ. અનંત સુખ અવિકાર; અનંત ગુણ ભંડાર.
પરમ પૂજ્ય પરમાત્મા,
અનંત વીર્ય તુજમાં ભર્યું, અનંત દર્શન જ્ઞાન તું, અનંત સહજ સમાધિ તું, નિજાધાર નિજરૂપ; પરમ નિધાન અમાન તું, અવ્યાબાધ સ્વરૂપ.
* * *
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૩ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૪૬૧-૪૬૪)
,૧
For Private & Personal Use Only
www.jainelibrary.org